Western Times News

Gujarati News

ભારત સહિત ૨૦ દેશોનાં નાગરિકોને સાઉદી આરબમાં પ્રવેશ મળશે નહીં

નવીદિલ્હી, સાઉદી આરબે ભારત સહિત ૨૦ દેશોના નાગરિકોને દેશમાં પ્રવેશ આપવા પર પ્રતિબંઘ લગાવી દીધો છે આ પ્રતિબંધ ૧૭ મે સુધી લગાવાયો છે સાઉદી આરબના આ નિર્ણય બાદ ભારતીય મુસલમાન આ વર્ષ હજ યાત્રા પુરી કરી શકે તેવી સંભાવના ખુબ ઓછી છે.

મુસ્લિમ સમુદાય માટે હજ સૌથી પવિત્ર તીર્થ યાત્રા હોય છે દરેક મુસ્લિમ જીવનમાં એકવાર હજ જરૂર કરવા ઇચ્છે છે દર વર્ષે મોટી સંખ્યામાં ભારત પાકિસ્તાન સહિત અનેક દેશોથી મુસલમાન હજની યાત્રા પર જાય છે પરંતુ વર્ષ ૨૦૨૦માં કોરોના મહામારીના કારણે યાત્રા સ્થગિત કરવામાં આવી હતી અને આ વર્ષ સાઉદી સરકારે નાગરિકોના પ્રવેશ આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે આવામાં આ વર્ષ પણ હજ યાત્રા પર જનારાઓનુ ંસપનુ તુટી શકે છે.

જાણકારી અનુસાર દર વર્ષે લગભગ બે લાખ ભારતીય હજ માટે મક્કા મદીના જાય છે પરંતુ આ વર્ષ અત્યાર સુધી સાઉદી ઓથોરિટી તરફથી હજ યાત્રીઓ માટે કોઇ વાત કરવામાં આવી નથી આટલું જ નહીં અત્યાર સુધી સિલેકશન પ્રોસેસ પણ શરૂ કરવામાં આવી નથી આવામાં એ તક છે કે આ વર્ષ પણ ભારતના લોકો હજ યાત્રા પર જઇ શકશે નહીં જાે કે ૧૦ ફેબ્રુઆરીએ ઇન્ડિયન ડિપ્લોમેટ્‌સ અને સાઉદી ઓથોરિટીની વચ્ચે હજ યાત્રાઓને લઇ વાતચીત થનાર છે આ વાતચીત બાદ જ કોઇ પરિણામ સામે આવશે.

એ યાદ રહે કે કેટલાક દિવસ પહેલા સાઉદી આરબે ૨૦ દેશોથી આવનાર ઉડયનો પર પ્રતિબંધ લગાવ્યો હતો સાઉદી આરબ સરકાર અનુસાર આ રોક ભારત પાકિસ્તાન યુએઇ લેબનાન જર્મની બ્રિટેન આયરલૈન્ડ ઇટાલી અમેરિકા સહિત ૨૦ દેશો માટે છે.

સાઉદી આરબમાં કોરોના સંક્રમણનો ખતરો હજુ બનેલ છે અહીં અત્યાર સુધી ૩,૬૮૦૦૦ કોરોના મામલા સામે આવી ચુકયા છે તેમાંથી ૬,૪૦૦ લોકોની વાયરસથી મોત થયું છે આરબ દેશોમાં સૌથી વધુ મોત સાઉદી આરબમાં થઇ ચુકયા છે જાે કે દેશમાં ૧૭ ડિસેમ્બરથી જ કોરોના વાયરસ વેકસીનેશનની શરૂઆત થઇ ગઇ હતી પરંતુ આમ છતાં અહીં સક્રમણનો ખતરો બનેલ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.