ભારત સહિત 41 દેશમાં પહોંચી ગયો છે કોરોનાનો નવો સ્ટ્રેન

પ્રતિકાત્મક
નવી દિલ્હી: કોરોના રસી આવ્યા બાદ પણ જો તમે હેલ્થ પ્રોટોકોલનું પાલન નહીં કરો તો તમને ભારે પડી શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠન એ એક અલર્ટ બહાર પાડતા કહ્યું કેકોરોનાનો નવો સ્ટ્રેન અત્યાર સુધીમાં દુનિયાના 41 દેશો સુધી પહોંચી ગયો છે. WHOએ લોકોને સતર્ક રહેવાની સાથે સાથે હેલ્થ પ્રોટોકોલનું પણ કડકાઈથી પાલન કરવાનું કહ્યું છે. નવા વાયરસના જોખમને જોતા બ્રિટને દોઢ મહિનાના કડક લોકડાઉનની જાહેરાત કરેલી છે.
બ્રિટનની સરકારે 14 ડિસેમ્બરે દેશમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળી આવ્યો હોવાની જાહેરાત કરી હતી. કોરોનાનો આ નવો સ્ટ્રેન 70 ટકા વધુ ચેપી હોવાના કારણે જોખમી બન્યો છે. ફક્ત ચાર અઠવાડિયામાં વાયરસનો આ નવો સ્ટ્રેન 41 દેશોમાં પગપેસારો કરી ચૂક્યો છે. આ સમાચાર બાદ અનેક દેશોએ બ્રિટન જનારી ફ્લાઈટ કેન્સલ કરી દીધી છે.