ભારત સાથેનો વિવાદ : યુધ્ધ માટે તૈયાર રહો : ચીનના રાષ્ટ્રપ્રમુખે સેનાને કહ્યું
નવીદિલ્હી: ભારત અને ચીનની વચ્ચે સરહદ વિવાદ છેલ્લા છ મહિનાથી સતત ચાલી રહ્યો છે જુનમાં ગલવાન ઘાટીમાં થયેલા ધર્ષ બાદ ભારતે તેને લઇને આકરૂ વલણ અપનાવ્યું છે હવે અહેવાલ સામે આવી રહ્યાં છે કે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે પોતાના દેશની સેનાને યુધ્ધ માટે તૈયાર રહેવા માટે કહ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર એક મિલિટ્રી બેઝ પર પ્રવાસ દરમિયાન ચીનના રાષ્ટ્રપ્રમુખે સૈનિકોને કહ્યું છે કે પોતાનું મગજ અને ઉર્જા યુધ્ધની તૈયારીમાં લગાવો રિપોર્ટમાં ચીનની સરકારી ન્યુઝ એજન્સી શિન્હુઆના હવાલો આપવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર શી જિનપિંગ સૈનિકોને હાઇ એલક્ટ મોડમાં રહેવા માટે કહ્યું છે સાથોસાથ તેઓએ સૈનિકોને પુરી રીતે ભરોસાપાત્ર રહેવાની તાકીદ પણ કરી છે જિનપિંગને લઇ આ સમાચાર એવા સમયે આવ્યા છે જયારે ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓની વચ્ચે સાતમા ચરણની મંત્રણા સમાપ્ત થઇ છે.બંન્ને દેશો તરફથી જાહેર કરવામાં આવેલી સંયુકત પત્રકાર બ્રિફિગમાં કહેવામાં આવ્યું છે કે બંને વાતચીતથી સરહદ વિવાદ ઉકેલવાના પક્ષમાં છે સાથોસાથ બંને દેશોએ એવું પણ કહ્યું છે કે વિવાદ ઉકેલવા માટે વાતચીત સતત ચાલુ રહેશે
એ યાદ રહે કે બંન્ને દેશોની વચ્ચે સરદ પર સ્થિતિ ૧૯૬૨ના યુધ્ધ બાદ સૌથી ખરાબ સ્થિતિમાં છે વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આ વાત કહી ચુકયા છે.જાે કે ભારત તરફથી ચીનને સ્પષ્ટ રહેવામાં આવી ચુકયુ છે કે સરહદ પર અશાંતિની સાથે બંન્ને દેશોની વચ્ચે સંબંધ સામાન્ય ન થઇ શકે ભારતે રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપતાં ચીનની ૨૦૦થી વધુ એપ પ્રતિબંધિત કરી છે જેમાં લોકપ્રિય એપ ટિકટોક પણ સામેલ છે ભારત દ્વારા એપ્સ પર કાર્યવાહીને ચીન વિશ્વ સંગઠનના નિયમોનું ઉલ્લધન ગણાવી ચુકયુ છે.હાલમાં બંન્ને દેશો ચરફથી એલએસી પર મોટી સંખ્યામાં સેના તહેનાત કરવામાં આવી છે.
આ સાથે આદેશ જાહેર કરાયો છે કે સકર્યુલરમાં એસીએસ હોમ અને રાજય પોલીસ વડાને જાણ કરી કહેવામાં આવ્યું છે કે હાઇકોર્ટમાં ફરજ પર રહેલા સિકયુરિટી સ્ટાફ જે જગ્યાએ ડયુટી પર પર છે તેમણે તે જગ્યાએ જ હાજર રહેવાનું રહેશે અલગ અલગ જગ્યાએ ફરવા પર મનાઇ ફરમાવવામાં આવી છે.