ભારત સાથે અમારા સંબંધ વધુ મજબૂત થશે : અમેરિકા
વોશિંગટન: અમેરિકામાં જાે બાઇડનએ નવા રાષ્ટ્રપ્રમુખ અને કમલા હૈરિસએ ઉપરાષ્ટ્રપ્રમુખ તરીકે કાર્યભાર સંભાળી લીધો છે. આ દરમિયાન વ્હાઇટ હાઉસએ કહ્યું છે કે જાે બાઇડન અને કમલા હૈરિસના કારણે ભારત-અમેરિકાની વચ્ચે સંબંધ વધુ મજબૂત થશે.
વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ જેન સાકીએ કહ્યું કે રાષ્ટ્રપ્રમુખ જાે બાઇડન બંને દેશોની વચ્ચે લાંબા સમયથી ચાલ્યા આવતા દ્વીપક્ષીય સફળ સંબંધોનું સન્માન કરે છે. બાઇડને બુધવારે અમેરિકાના ૪૬મા રાષ્ટ્પ્રમુખ તરીકે શપથ લીધા હતા.
બાઇડન પ્રશાસનમાં ભારત-અમેરિકાના સંબંધ પર એક સવાલના જવાબમાં સાકીએ કહ્યું કે, રાષ્ટ્રપ્રમુખ બાઇડન અનેકવાર ભારતની યાત્રા કરી ચૂક્યા છે. તેઓ ભારત અને અમેરિકામાં નેતાઓની વચ્ચે લાંબા સમયથી ચાલ્યા આવતા સફળ દ્વીપક્ષીય સંબંધોનું સન્માન કરે છે, તેનું મહત્ત્વ સમજે છે.
બાઇડન પ્રશાસન તેને આગળ ધપાવાની દિશામાં આશાવાદી છે.તેઓએ કહ્યું કે, ભારતીય મૂળની કમલા હૈરિસના ઉપરાષ્ટ્રપ્રમુખ બનવાથી આ સંબંધ વધુ મજબૂત થશે.
સાકીએ કહ્યું કે, બાઇડને તેમની (હૈરિસની) પસંદગી કરી છે અને તેઓ પહેલી ભારતવંશી છે જે અમેરિકાની ઉપરાષ્ટ્રપ્રમુખ બની છે. નિશ્ચિત રીતે આ આપણા સૌ માટે એક ઐતિહાસિક ક્ષણ છે ઉપરાંત તેનાથી આપણા સંબંધો પણ વધુ મજબૂત થશે.
જાે બાઇડને ભારતીયોના હિતમાં ર્નિણય લીધો છે. બાઇડને દેશમાં ચાલી રહેલી ઇમીગ્રેશન પોલિસીમાં ફેરફાર કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેઓએ કાૅંગ્રેસથી એક કાયદો તૈયાર કરવાની વાત કહી છે,
જેમાં ૧.૧ કરોડ અપ્રવાસીઓને સ્થાયી દરજ્જાે અને નાગરિકતા સરળતાથી આપી શકાશે. ડોનાલ્ડ ટ્રમ્પના ર્નિણયથી કરોડો અપ્રવાસીઓ ઉપર દેશ છોડવાનો ખતરો ઊભો થયો હતો. કાર્યભાર સંભાળવાના પહેલા જ દિવસે બાઇડેને ટ્રમ્પના અનેક ર્નિણયોને પલટી દીધા છે. બાઇડનના આદેશ પર હસ્તાક્ષર બાદ એ લોકોને ફાયદો થશે, જેઓ કોઈ કાનૂની દસ્તાવેજાે વગર દેશમાં રહે છે.