ભારત સામે ટી-૨૦ સીરિઝ માટે શ્રીલંકાની ટીમ જાહેર
નવી દિલ્હી, ભારત અને શ્રીલંકા વચ્ચે ૨૪મી ફેબ્રુઆરીથી ત્રણ મેચની ટી-૨૦ સીરિઝ રમાવાની છે. સીરિઝની પહેલી મેચ લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ સીરિઝ માટે શ્રીલંકાની ટીમની જાહેરાત કરી દેવાઈ છે. ટીમમાં ટોચના બેટ્સમેન ભાનુકા રાજપક્ષેને સ્થાન નથી મળ્યું. તેને ખરાબ ફિટનેસના કારણે ટીમમાં સ્થાન નથી અપાયું. ભાનુકાને આઈપીએલની હરાજીમાં પંજાબ કિંગ્સે ખરીદ્યો હતો.
શ્રીલંકાએ તાજેતરમાં જ ૫ મેચોની ટી-૨૦ સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો. એ પ્રવાસે ગયેલી ટીમમાં જે ખેલાડીઓ હતા તેમાંથી ભારત પ્રવાસે આવનારી ટીમમાં માત્ર એક નવું નામ જાેડાયું છે, સ્પિન બોલર આશિયાન ડેનિયલ. તેના નામે ૧૧ ટી-૨૦ મેચમાં ૧૪ વિકેટ નોંધાયેલી છે. આ દરમિયાન તેણે માત્ર ૬.૦૬ની એવરેજથી રન આપ્યા છે. એ કારણે તેની પસંદગી કરાઈ છે.
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ઘાયલ થયેલા ત્રણ ખેલાડી- અવિષ્કા ફર્નાન્ડો, ઓલરાઉન્ડર રમેશ મેન્ડિસ અને નુવાન થુષારાને ટીમમાં નથી સમાવાયા. ટીમના લેગ સ્પિનર વાનિંદુ હસરંગા અને બિનુરા ફર્નાન્ડો ઓસ્ટ્રેલિયામાં કોરોના પોઝિટિવ થયા હતા. બંને ખેલાડી ભારત પ્રવાસ માટે ઉપલબ્ધ રહેશે. ઓસ્ટ્રેલિયામાં ટીમની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરાયેલા અનુભવી બેટ્સમેન દનુષ્કા ગુણથિલકા અને દિનેશ ચંડીમલને ટીમમાં રખાયા છે.
ઓોસ્ટ્રેલિયામાં શ્રીલંકાની હાર પછી ભાનુકા રાજપક્ષેને ટીમમાંથી બહાર રાખવા સામે ઘણા સવાલ ઉઠ્યા હતા. તેણે ટીમ માટે મિડલ ઓર્ડરમાં સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ વધુ વજનને કારણે ઘણી વખત તેની ફિલ્ડિંગ ખરાબ રહે છે. ઓસ્ટ્રેલિયામાં શ્રીલંકાનો મિડલ ઓર્ડર તદ્દન ફેલ રહ્યો હતો.
ભારત સામેની ટી-૨૦ માટે શ્રીલંકાની ટીમઃ દાસુન શનાકા (કેપ્ટન), પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, ચરિત અસલંકા (વાઈસ કેપ્ટન), દિનેશ ચંડીમલ, દનુષ્કા ગુણાથિલકા, કામિલ મિશારા, જનીશ લિયાનાગે, વાનિન્દુ હરસંગા, ચમિકા કરુણારત્ને, દુષ્મંથા ચમીરા, લાહિરુ કુમારા, બિનુરા ફર્નાન્ડો, શિરન થેકનાન્ડો, મહેશ તીક્ષના, જેફરી વેન્ડરસે, પ્રવીણ જયવિક્રમા, આશિયાન ડેનિયલ.SSS