ભારત સામે પણ આક્રમકતા જાળવી રાખવા ઈંગ્લેન્ડ પ્રતિબધ્ધ: સ્ટોક્સ
નવી દિલ્હી , ન્યૂઝીલેન્ડને ઘરઆંગણે ૩-૦થી ટેસ્ટ સિરિઝમાં હરાવ્યા બાદ હવે ઈંગ્લેન્ડની નજર ભારત સામેની એક માત્ર ટેસ્ટ મેચ પર છે.
ઈંગ્લેન્ડ કેપ્ટન બેન સ્ટોક્સે ભારત સામેની ટેસ્ટ મેચ અંગે કહ્યુ છે કે, અમે ભારત સામે પણ આક્રમક માનસિકતા સાથે મેદાનમાં ઉતરીશું. જાેકે ન્યૂઝીલેન્ડ કરતા ભારતીય ટીમ અલગ છે અને તેમનુ આક્રમણ તથા ખેલાડીઓ પણ અલગ છે. અમે અગાઉની ત્રણ મેચમાં જે પ્રકારનો દેખાવ કર્યો છે તે ભારત સામે પણ કરવાનો પ્રયત્ન કરીશું.
ઉલ્લેખનીય છે કે, ભારત ગયા વર્ષે ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટની સિરિઝમાંથી ચાર ટેસ્ટ રમ્યુ હતુ અને કોરોનાના કારણે એક ટેસ્ટ પછી રમાડવાનો ર્નિણય થયો હતો. આ ટેસ્ટ ૧ જુલાઈથી શરૂ થવા જઈ રહી છે.ભારત આ સિરિઝમાં ૨-૧થી આગળ છે.
જાેકે ગયા વર્ષે ભારત સામે ઉતરેલી ઈંગ્લેન્ડ ટીમના ચાર જ ખેલાડીઓ ઓલી પોપ, જાે રૂટ, જાેની બેયરસ્ટો, જેમ્સ એન્ડરસન ભારત સામેની એક માત્ર ટેસ્ટમાં સામેલ છે. બાકીના ખેલાડીઓ અગાઊની ચાર ટેસ્ટમાં ભારત સામે રમ્યા નહોતા.SS2KP