ભારત સામે પાકિસ્તાનના સરેન્ડરની તસવીર : અમારા ઈતિહાસમાં આવું નથી થયું
નવીદિલ્હી: અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહએ તાલિબાનનું સમર્થન કરી રહેલા પાકિસ્તાન પર જાેરદાર કટાક્ષ કર્યો છે. ત્યારબાદ પાકિસ્તાનીઓને અનેક દિવસ સુધી ઊંઘ નથી આવવાની. સાલેહે ૧૯૭૧ના યુદ્ધમાં હાર્યા બાદ પાકિસ્તાની સેનાની ભારતીય સેના સામે સરેન્ડરની આ તસવીર શૅર કરી છે. આ તસવીરને શૅર કરતાં તેમણે લખ્યું કે, અમારા ઈતિહાસમાં ક્યારેય આવી તસવીર નથી અને ન ક્યારેય હશે નોંધનીય છે કે, પાકિસ્તાન તમામ પ્રયાસો કરી રહ્યું છે કે અફઘાનિસ્તાન પહેલા જેવી ખરાબ સ્થિતિમાં પહોંચી જાય, તેન માટે તે તાલિબાનને સર્મથન કરી રહ્યું છે.
અફઘાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહએ ૧૯૭૧ યુદ્ધની ઐતિહાસિક તસવીર ટ્વીટ કરીને લખ્યું કે, અમારા ઈતિહાસમાં ક્યારેય આવી તસવીર નથી અને ન ક્યારેય હશે. હા, કાલે થોડીક ક્ષણ માટે તે સમયે હું હલી ગયો હતો, જ્યારે અમારા ઉપરી પસાર થતા રોકેટ થોડાક મીટરના અંતર પર પડ્યા હતા. પાકિસ્તાનના પ્રિય ટ્વીટર હુમલાખોરો, તાલિબાન અને આતંકવાદ આપના એ ઘા પર મલમ નહીં લગાવે, જે ઘા આપને આ તસવીરથી મળ્યો હશે. કોઈ બીજાે રસ્તો શોધો.
અમરુલ્લાહ સાલેહએ જે તસવીર શૅર કરી છે તે વર્ષ ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનને ભારતના હાથે મળેલી હારની છે. ભારતના હાથે ખરાબ રીતે હાર્યા બાદ પાકિસ્તાને પોતાની હાર સ્વીકારી હતી. તે સમયે પાકિસ્તાનના ૮૦ હજારથી વધુ સૈનિકોએ ભારત સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હતું. ત્યારબાદ પાકિસ્તાનના આર્મી ચીફે ભારતીય સેના પ્રમુખ સમક્ષ સરેન્ડરના દસ્તાવેન પર હસ્તાક્ષર કર્યા હતા. પાકિસ્તાનની હાર સાથે જાેડાયેલી આ તસવીરને શૅર કરી અફઘાની ઉપરાષ્ટ્રપતિએ કટાક્ષ કર્યો છે. સ્પષ્ટ છે કે જૂના ઘાને ફરી યાદ કરવાના આ પ્રયાસથી પાકિસ્તાનને જાેરદાર વળતો જવાબ મળી ગયો છે.
અફઘાનિસ્તાનથી અમેરિકાના સૈનિકોની વાપસી બાદ તાલિબાન બેકાબૂ થઈ ગયા છે. તેમણે દેશના મોટાભાગના હિસ્સા પર કબજાનો દાવો કર્યો છે. પાકિસ્તાન પણ તાલિબાનનો હાથ મજબૂત કરવામાં લાગી ગયું છે, જેથી અફઘાનિસ્તાનમાં પોતાની પકડ મજબૂત કરી શકે. હાલમાં જ તાલિબાને અફઘાનિસ્તાની રાજધાની કાબુલમાં રાષ્ટ્રપતિ નિવાસસ્થાનને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્રણ રોકેટ છોડ્યા હતા. અફઘાનિસ્તાનને લાગી રહ્યું છે કે આ હુમલાની પાછળ પાકિસ્તાનનો હાથ છે.