ભારત સાર્ક દેશોનું બેઠકની અધ્યક્ષતા કરશે,આરોગ્યના મુદ્દે ચર્ચા થશે
નવીદિલ્હી: કોરોના સંકટને લઇ દક્ષણ એશિયાઇ ક્ષેત્રીય સંગઠન (સાર્ક) દેશોની બેઠક આવતીકાલ તા,૧૮ ફેબ્રુઆરીને ગુરૂવારે આયોજીત થનાર છે બેઠકની મેજબાની ભારત કરશે ભારત પાકિસ્તાન વચ્ચે ગત એક વર્ષથી જારી તનાવ વચ્ચે મોદી સરકારે બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનને પણ આમંત્રિત કર્યું છે.
ભારતની અધ્યક્ષામા સાર્ક દેશોની બેઠકમાં અનેક દેશો ભાગ લેશે આગામી સાર્ક દેશોની બેઠકોને ઉચ્ચ સ્તરીય ગણમાન્ય સંબોધિત કરી શકે છે. ગત વર્ષ વૈશ્વિક મહામારીનો પ્રકોપ ફેલાવવાની સાથે જ ભારતે કોવિડ ૧૯નો સામનો કરવા માટે સાર્ક દેશોની બેઠક બોલાવી હતી આ બેઠકમાં સાર્ક દેશોના પ્રમુખોએ ભાગ લીધો હતો
પરંતુ પાકિસ્તાન તરફથી જુનિયર સ્તરના અધિકારીએ ભાગ લીઘો હતો આ બેઠકમાં કોરોનાનો સામનો કરવાની રણનીતિ બનાવવામાં આવી હતી. જે હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાર્ક આપાતકાલીન કોષની સ્થાપના કરી હતી. જેમાં ભારતે લગભગ ૭૨,૮૬૫૦ કરોડ રૂપિયાનું યોગદાન આપવામાં આવ્યું હતું.
મહામારીની વચ્ચે ભારતે દુનિયામાં વિશ્વ ગુરૂની ભૂમિકા નિભવતા દવાઓ તબીબી ઉપકરણો સહિત અનેક અન્ય રીતની સહાયતા પોતાના પડોસી દેશો અને અન્ય મિત્ર દેશો સુધી પહોંચાડી જયારે ભારતમાં એક સાથે બે સ્વદેશી નિર્મિત કોવિડ વેકસીનને તાકિદના ઉપયોગ માટે મંજુરી મળ્યા બાદ અનેક દેશોને કોરોના રસી આપી છે ભારતે જે દેશોને કોરોના વેકસીન આપી છે તેમાં નેપાળ,ભુતાન બાંગ્લાદેશ અફધાનિસ્તાન બ્રાઝીલ ઇઝરાયેલ દક્ષિણ આફ્રિકા કેનેડા સહિત અનેક અન્ય દેશ સામેલ છે.