ભારત હજું પણ કોરોનાની બીજી લહેરથી પસાર થઈ રહ્યું છે

નવીદિલ્હી, મહારાષ્ટ્ર અને કેરળમાં જે સ્પીડથી કોરોનાના કેસ સામે આવી રહ્યા છે તે ત્રીજી લહેરની આશંકા વધારી રહ્યા છે. ૨૪ કલાકમાં આંકડા પર નજર દોડાવીએ તો મહારાષ્ટ્રમાં કોરોનાના ૪૧૫૪ નવા મામલા આવ્યા છે. તો કેરળમાં ૨૫૦૧૦ નવા મામલા સામે આવ્યા છે. આ જ કારણ છે કે હવે કેન્દ્ર સરકારને સ્પષ્ટ કરી દીધું છે કે હવે કોઈ પણ રીતે ઢીન નહીં વર્તવામાં આવે.
સરકારની આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાની સ્થિતિ અને દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન પર એક ઉચ્ચ સ્તરીય બેઠકની છે.
ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતુ કે ભારત હજું પણ કોરોનાની બીજી લહેરથી પસાર થઈ રહ્યું છે અને આ હજું ખતમ નથી થયુ. ભૂષણે સ્વાસ્થ્ય મંત્રાલયની બ્રીફિંગ દરમિયાન કહ્યું હતુ કે ૩૫ જિલ્લા હજું પણ એવા છે જ્યાં કોરોનાના અઠવાડિયાનો પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી વધારે છે. જ્યારે ૩૦ જિલ્લામાં આ દર ૫થી ૧૦ ટકાની વચ્ચે છે.
કોરોનાના વધતા મામલાની વચ્ચે સરકારે કહ્યું કે પીએમ મોદીએ કોરોના ઈમરજન્સી રિસ્પોન્સ પેકેજ બે હેઠળ બાળ ચિકિત્સા દેખરેખ અને અન્ય સુવિધાઓ માટે બેડની કેપેસિટીમાં વૃધ્ધિની સ્થિતિની સમીક્ષા કરી. આની સાથે રાજ્યોની સલાહ આપી છે કે તે ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર અને બ્લોક સ્તરના સ્વાસ્થ્ય સેવાઓ તરફ ધ્યાન આપે. જણાવી દઈએ કે વિશેષજ્ઞોએ ઓક્ટોબરમાં ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી જારી કરી છે.
સરકાર તરફથી રાજ્યોને સલાહ આપવામાં આવી છે તે જિલ્લા સ્તર પર કોરોના વાયરસ, મ્યૂકરમાઈકોસિસ, એમઆઈએસ- સીના મેનેજમેન્ટમાં ઉપયોગમાં આવનારી દવાઓના બફર સ્ટોક બનાવી રાખ્યા છે. નિવેદનમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર અને કેરળમાં જે રીતે સ્થિતિ બનેલી છે. ત્યાં ત્રીજી લહેરની ચેતવણી સાચી સાબિત થઈ શકે છે.આજે દેશમાં કોરોના વાયરસના એક દિવસમાં ૩૩ હજારથી વધારે કેસ સામે આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં શનિવારે ગત ૨૪ કલાકમાં ૩૩૩૭૬ નવા કેસ નોંધાયા અને ૩૦૮ લોકોના મોત થયા છે. આ દરમિયાન દેશમાં સાજા થનારાની સંખ્યા ૩૨, ૧૯૮ રહ્યા. દેશમાં હાલ કોરોનાના અત્યાર સુધી ૩, ૨૩, ૭૪, ૪૯૭ લોકો સાજા થઈ ચૂક્યા છે. ત્યારે ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા ૩૯૧૫૧૬ છે. અત્યાર સુધી ૭૩ કરોડથી વધારે રસીના ડોઝ લાગી ચૂક્યા છે. દેશમાં નવા દર્દી મળ્યા બાદ કુલ સંક્રમિતોની સંખ્યા ૩ કરોડ ૩૨ લાખ ૮ હજાર ૩૩૦ થઈ ગઈ. અત્યાર સુધી કોરોનાના ૪ લાખ ૪૨ હજાર ૩૧૭ લોકોના મોત થઈ ચૂક્યા છે.HS