Western Times News

Gujarati News

ભારત હર્બલ પ્લાન્ટનો ખજાનો, સરકાર હર્બલ અને મેડિસિન પ્લાન્ટના ઉત્પાદન માટે પ્રોત્સાહન આપશે

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ-2022નું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું.

મોરેશિયસના PM પ્રવિંદ જગનાથ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનમ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, આયુષના કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ અને રાજ્ય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાની વિશેષ ઉપસ્થિતિમાં સમિટની શરૂઆત થઇ.

2014 પહેલા આયુષ સેકટરમાં 3 બિલિયન ડોલરથી પણ ઓછું કામ હતું, આજે આ વધીને 18 બિલિયન ડોલરને પાર કરી ગયું છે. 21મી સદીનું ભારત દુનિયા સમક્ષ પોતાના અનુભવ,જ્ઞાનથી આગળ વધી રહ્યુ છે. ભારતના લોકો વસુદેવ કુંટુંબમ ની વિચારધારા રાખે છે. ભારત દુનિયાનું દર્દ ઓછુ કરવા કટીબદ્ધ છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી

સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવાઓ માટેનું પ્રથમ અને એકમાત્ર ગ્લોબલ સેન્ટર ગુજરાતને મળ્યું છે. શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, આજે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ-2022નું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું.

મોરેશિયસના PM પ્રવિંદ જગનાથ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, આયુષના કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ અને રાજ્ય મંત્રી ડો. મુંજપરા મહેન્દ્રભાઈ વિશેષ ઉપસ્થિતિમાં આજથી ત્રણ દિવસિય સમિટની શરૂઆત થઇ.આ કાર્યક્રમમાં આયુષના કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનમ, મોરેશિયસના PM પ્રવિંદ જગનાથે સંબોધન કર્યું હતું.

રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે ગુજરાતની પવિત્ર ભૂમિમાં સૌનું સ્વાગત કરતા સંબોધનની શરૂઆત કરતા જણાવ્યું કે, ભારતમાં પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિઓ પ્રાચિન કાળથી પ્રચલનમાં રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે હિન્દુસ્તાનની આગવી ઓળખને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાની મુહીમ ઉપાડી છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના  પ્રયાસોને કારણે યોગ,પ્રણાયમને દુનિયાભરમાં પ્રસિદ્ધી મળી છે. યુનાઇટેડ નેશન સમક્ષ આંતરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીનો તેમનો પ્રસ્તાવ સૌથી વધુ દેશોએ હર્ષભેર સ્વીકાર્યો. યોગ,પ્રણાયમ પછી ભારતની પ્રાચિન ઉપચાર પદ્ધતિઓને પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વૈશ્વીક ફલક ઉપર સુપેરે પ્રસ્તૃત કરી છે

જેના પરિણામે જામનગર આયુર્વેદ યુનિવર્સિટીમાં WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના થઇ છે. આવનાર સમયમાં આ સેન્ટર ટ્રેડિશનલ મેડિસીન ક્ષેત્રે ગ્લોબલ નોલેજ એપીસેન્ટર બની રહેશે. સમગ્ર વિશ્વવમાં પરંપરાગત દવાઓ માટેનું પ્રથમ અને એકમાત્ર ગ્લોબલ સેન્ટર ગુજરાતને મળ્યું છે. આ માટે ગુજરાતની સાડા છ કરોડની ગુજરાતની જનતા વતી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીસાહેબનો અને વિશ્વ આરોગ્ય સંગઠનનો આભાર માન્યો.

શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વધુમાં જણાવ્યું કે, યોગ, આયુર્વેદ,હોમિયોપેથી,યુનાની જેવી ચિકિત્સા પદ્ધતીઓ લાઇફસ્ટાઇલ આધારીત છે. ચિકિત્સાના હોલેસ્ટીક એપ્રોચ પ્રત્યે દુનિયાભરના લોકોનું ધ્યાન ખેચાયું છે. કોરોના મહામારી દરમિયાન આવી પ્રિવેન્ટીવ મેડિસિનના મહત્વને આખી દુનિયાએ સ્વીકાર્યુ છે.

People welcoming the PM, during the Global AYUSH Investment & Innovation Summit, in Gandhinagar, Gujarat on April 20, 2022.

રોગ પ્રતિકારક શક્તિ વધારવાથી લઇ ફેફસાના સંક્રમણના ઉપાય માટે લોકો આયુર્વેદીક ઉપચાર તરફ વળ્યા હતા. વૈશ્વીક મહામારી સામે લડવા માટે આયુર્વેદની અસરકારકતા પુરવાર થઇ ગઇ છે.  પંરપરા ચિકિત્સા પદ્ધતીના બહોળા અનુભવ થકી ભારત આ દિશામાં સમગ્ર વિશ્વને નેતૃત્વ પુરુ પાડી શકે છે.આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી દેશ આજે આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે.

આ સમિટિમા  થનારુ વિચારમંથન વિશ્વભરના લોકોની હેલ્થ કેરનો અમૃત કાળ બનશે અને ભારત આત્મનિર્ભર બનશે. ગુજરાત સદીઓથી તજજ્ઞ વૈદોની ભૂમી રહી છે. ગુજરાતના લોકો સમગ્ર વિશ્વમાં પોતાની ઉદ્યોગ સાહસિકતા માટે જાણીતા છે. ફાર્માસુટીકલ ક્ષેત્રમાં ગુજરાત દેશનું અગ્રણી રાજય છે. વિશ્વને રોગ મુકત બનાવવાની દિશામાં આ સમિટ મહત્વની ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો. ગુજરાતને આ સૌભાગ્ય પ્રાપ્ત કરાવવા બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો સમગ્ર ગુજરાતીઓ વતી હ્રદય પુર્વક આભાર માન્યો.

આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કેમ છો થી સંબોધનની શરૂઆત કરતા જણાવ્યું કે, ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટમાં સૌનું સ્વાગત છે. જુદા-જુદા સેકટરમાં રોકાણમાટે ઇન્વેસ્ટમેન્ટ સમિટ યોજાતી હોય છે. ગુજરાતમાં વિશેષ રૂપથી આ પંરપરાને આગળ વઘારી રહ્યા છે.

પરંતુ આ પહેલી વાર થઇ રહ્યું છે કે જયારે આયુષ સેકટર માટે આ રીતની ઇન્વેસ્ટ સમિટ યોજાઇ રહી છે. આવી ઇન્વેસ્ટમેન્ટ સમિટનો વિચાર મને ત્યારે આવ્યો કે જ્યારે કોરોનીથી આખી દુનિયામાં હાહાકાર મચ્યો હતો. તે સમયે આપણે બધાએ જોયું કે કેવી રીતે આયુર્વેદિક દવાઓ,આયુષ ઉકાળો સહિત

અનેક વિવિધ પ્રોડકટ  ઇમ્યુનિટી વધારવા માટે લોકોની મદદ કરી રહ્યું છે.કોરોનાના કાળમાં હળદરનું એકસપોર્ટ ખૂબ વધી ગયું હતું. ફાર્મા કંપની કે જે વેક્સિન મેન્યુફેકચર છે તેમને યોગ્ય સમયે આર્થિક મદદ મળતા તેમને ખૂબ મોટી સફળતા મળી.કોઇ વિચારી પણ ન હતું શકતું કે કોરોના મહામારીમાં આટલી ઝડપથી કોરોનાની રસી વિકસીત કરી શકીશું તે પણ મેડ ઇન ઇન્ડિયા.

શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, ઇનોવેશન અને ઇનવેસ્ટમેન્ટ કોઇ પણ ક્ષેત્રની કામ કરવાની ક્ષમતા વધારે છે. હવે તે સમય આવી ગયો છે કે આયુષ ક્ષેત્રમાં પણ ઇન્વેસ્ટમેન્ટ ખૂબ વધારવામાં આવે અને આ સમિટ આની શરૂઆત છે. આયુષના ક્ષેત્રમાં ઇન્વેસ્ટમેન્ટ અને ઇનોવેશનની સંભાવના અસિમિત છે.

આયુષ દવાઓ,સપ્લિમેન્ટ્સ,કોસ્મેટિક્સ ના ઉત્પાદનમાં આપણને પહેલેથીજ તેજી દેખાઇ રહી છે. 2014 પહેલા આયુષ સેકટરમાં 3 બિલિયન ડોલરથી પણ ઓછું કામ હતું આજે આ વધીને 18 બિલિયન ડોલરને પાર કરી ગયું છે. જેરીતે સમગ્ર દુનિયામાં આયુષ પ્રોડકટની માંગ વધી રહી છે. તેનાથી આ ગ્રોથ આવનાર વર્ષોમાં વધશે.

આયુષ મંત્રાલયે ટ્રેડિશનલ મેડિશિનક્ષેત્રે સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. અત્યારસુધીમાં ભારતના 14 સ્ટાર્ટઅપ્સ યુનિકોન કલબમાં જોડાઇ ચુકયા છે. ખૂબ ઝડપથી આયુષ્યના આપણા સ્ટાર્ટઅપથી યુનિકોર્ન ઉભરકે સામેને આયેગા.ભારતમાં હર્બલ પ્લાન્ટનો ખજાનો છે અને હિમાલય આના માટે ઓળખાય છે.

આ પ્રાકૃતિક સંપતીને માનવતાના હિતમાં ઉપયોગ કરવા માટે અમારી સરકાર હર્બલ અને મેડિસિન પ્લાન્ટના ઉત્પાદન માટે હમેંશા પ્રોત્સાહન આપે છે. હર્બ્સ અને મેડિસિન પ્લાન્ટનું ઉત્પાદન ખેડૂતોની આવક અને આજીવીકા વધારવાનું મદદ કરશે. મેડિસીન પ્લાન્ટનું ઉત્પાદન કરનાર ખેડૂતોને ખૂબ સરળતાથી માર્કેટ સાથે જોડવવાની તક મળે. આ માટે સરકાર આયુષ ઇ-માર્કેટનું આધુનિકરણ અને વિસ્તાર પર પણ કામ કરી રહ્યું છે.  પોર્ટલના માધ્યમથી હબ્સ અને મેડિસિન્સ પ્લાન્ટનું ઉત્પાદન કરતા ખેડૂતોને તે કંપનીઓ સાથે સંપર્ક કરાવે કે જે આયુષ પ્રોડકટ બનાવે.

શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, આયુષ માટે 150 થી પણ વધારે દેશોમાં મોટું એકસપોર્ટ માર્કેટની શરૂઆત થશે. એફ.એસ.એસ.આઇએ પણ  તેના રેગ્યુલેશનમાં થોડા દિવસ પહેલા આયુષ આહાર નામની નવી કેટેગરીની જાહેરાત કરી છે. આનાથી હર્બલ ન્યુટ્રીશન સ્પલીમેન્ટના ઉત્પાદકોને ઘણી સુવિધા મળશે.ભારતમાં આયુષ માર્ક પણ બનાવશે

જેની ગ્લોબલ ઓળખ બનશે અને ભારતમાંથી ઉચ્ચ ગુણવતાના આયુષ પ્રોડકટ પર આ માર્ક લગાવવામાં આવશે. આનાથી વિશ્વભરના લોકોને ઉચ્ચ ગુણવત્તા વાળી આયુષ પ્રોડટકનો વિશ્વાસ મળશે. દેશભરમાં આયુષ પ્રોડકટસના પ્રચાર માટે રિસર્ચ અને મેન્યુફેકચરિંગ ને વધારવા માટે અમારી સરકાર આયુષ પાર્કનું નેટવર્ક બનાવશે.

આયુષ પાર્ક દેશમાં આયુષ મેન્યુફેકચરિંગ ને નવી દિશા આપશે. આજે ભારત મેડિકલ ટુરિઝમ માટે દુનિયાના કેટલાય દેશો માટે આકર્ષક ડેસ્ટીનેસન બન્યું છે. મેડકિલ ટુરિઝમના સેકટરમાં ઇન્વેસ્ટમેન્ટની ઘણી સંભાવના છે કેરળના ટુરીઝમને વધારવા માટે ટ્રેડિશનલ મેડિસિનને મદદ કરી છે.આ શક્તિ ભારતમાં છે.

હિલ ઇન ઇન્ડિયા આવનાર સમયમાં બહુ મોટી બ્રાન્ડ બની શકે છે. વિદેશી નાગરિક ભારતમાં આવીને આયુષ ચિકિત્સાલયનો લાભ લેવા ઇચ્છતા હોય તેના માટે સરકાર એક નવી પહેલ કરી રહી છે.

ભારત ખૂબ ઝડપથી એક વિશેષ આયુષ વિઝા કેટેગરી શરૂઆત કરશે. જેથી વિદેશના લોકોને આયુષ ચિકિત્સા માટે   ભારત આવવા માટે સરળતા રહેશે. 21મી સદીનું ભારત દુનિયા સમક્ષ પોતાના અનુભવ,જ્ઞાનથી આગળ વધી રહ્યુ છે. ભારતના લોકો વસુદેવ કુંટુંબમ ની વિચારધારા રાખે છે. ભારત દુનિયાનું દર્દ ઓછુ કરવા કટીબદ્ધ છે. સર્વે સંતુ નિરામય આજ ભારતના લોકોનું જીવનમંત્ર છે. આયુર્વેદની સમૃદ્ધી પાછળ મુખ્ય કારણ ઓપન સોર્સ મોડલ રહ્યું છે.

આજે ડિજિટલ વર્લ્ડમાં ઓપન સોર્સની ઘણી ચર્ચાઓ થાય છે .ભારતની માટીમાં હજારો વર્ષોથી આ ઓપન સોર્સની પંરપરા રહી છે અને આયુર્વેદ ઓપન સોર્સ પરંપરાથી વિકસિત થયું છે. આજના સમયમાં આપણે આપણા પુર્વજોથી શિખ લઇ આ જ ઇન્ટેલએક્ચુલ ઓપનનેસની ભાવનાથી કામ કરવું પડશે.

ગુજરાતની ધરતી જામનગરમાં વિશ્વનું ટ્રેડિશનલ મેડિસીન્સનું કેન્દ્ર બનવું તે દરેક હિન્દુસ્તાની માટે અને દરેક ગુજરાતી માટે ગર્વનો વિષય છે. મને વિશ્વાસ છે કે આગલા 25 વર્ષનું આપણું અમૃત કાળ દુનિયાના ખુણે ખુણે ટ્રેડિશનલ મેડિસિન્સ નું સ્વર્ણીમ કાળ હશે. આજે વિશ્વભરમાં ટ્રેડિશનલ મેડિસિન્સના નવા યુગની શરૂઆત થઇ છે. આજની આ સમિટિ આયુષના ક્ષેત્રમાં નિવેષ,વ્યાપાર અને ઇનોવેશનનો નવો માર્ગ બનાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.