ભારત હવે એસ્ટ્રાજેનેકાની વેક્સિન બીજા દેશોને નહીં આપે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/corona1-3-scaled.jpg)
Files Photo
નવીદિલ્હી: કેન્દ્ર સરકાર હવે એસ્ટ્રાજેનેકા વેક્સિન અન્ય દેશોને નહીં આપે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક વેક્સિનેશન પર ફોકસ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. દેશમાં એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડની કોરોના વેક્સિનનું નિર્માણ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કોવિશીલ્ડના નામે કરી રહી છે.
આ મુદ્દા સાથે જાેડાયેલા લોકોએ નામ ના આપવાની શરતે જણાવ્યું છે કે, વેક્સિનની નિકાસ પર કોઈ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. પરંતુ હવે બીજા દેશોને વેક્સિનનો સપ્લાય સ્થાનિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ કરાશે. વિદેશોમાં વેક્સિન એક્સપોર્ટ સ્થાનિક ઉત્પાદનના આધારે જ કરાશે.
તેમણે જણાવ્યું કે, સરકારની પ્રાથમિકતા લોકોને વેક્સિનેટ કરવાની છે. દેશમાં વેક્સિન ઉત્પાદનની ક્ષમતામાં વધારો થયો છે અને બે વેક્સિન (કોવીશીલ્ડ અને કોવેક્સિન)ને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ સંજાેગોમાં સરકાર બે મહિનાના રિવ્યુ કર્યા પછી જ દેશની બહાર વેક્સિન સપ્લાય વિશે ર્નિણય કરશે.
તાજેતરમાં જ રાજસ્થાન-પંજાબ સહિત ઘણાં રાજ્યોએ કેન્દ્ર સરકાર પાસેથી મોટી માત્રામાં વેક્સિનની માંગણી કરી છે. હાલ દેશના ઘણાં રાજ્યોમાં રોજના કેસમાં નોંધપાત્ર વધારો જાેવા મળ્યો છે. આ દરમિયાન આગામી દિવસોમાં વેક્સિનની માંગમાં વધારો થઈ શકે છે.ભારતે અત્યાર સુધીમાં ૭૬ દેશોને કોરોના વેક્સિન મોકલી છે. ઘણાં દેશોને વેક્સિન ફ્રી આપવામાં આવી છે. જ્યારે અમુક દેશોને તે વેચવામાં આવી છે. પડોશી દેશો શ્રીલંકા, ભૂટાન, માલદીવ, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર અને સેશેલ્સને અંદાજે ૫૬ લાખ વેક્સિન ફ્રીમાં આપવામાં આવી છે.