ભારત હારતા સટ્ટોડિયાઓને ૧૦૦ કરોડ રૂપિયાનુ નુકસાન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/Betting.jpg)
માનચેસ્ટર : આઇસીસી વર્લ્ડ કપમાં ભારતની સેમીફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડની સામે કારમી હાર થયા બાદ સટ્ટોડિયાઓને પણ ભારે નુકસાન થયુ છે. ભારતની આ હારથી એકલા દિલ્હી-એનસીઆર વિસ્તારમા ંજ જ સટ્ટોડિયાઓને ૧૦૦ કરોડ રૂપિયાનુ નુકસાન થયુ છે. જ્યારે દેશના અન્ય ભાગોમાં સટ્ટોડિયાઓને થયેલા નુકસાનના અંદાજની વાત કરવામા ંઆવે તો આંકડો ખુબ જંગી રહે છે.
સેમીફાઇનલ મેચમાં ભારતીય ટીમ હોટફેવરીટ તરીકે મેદાનમાં ઉતરી હતી. ભારતીય ટીમની ત્રણ વિકેટ ઝડપથી પડી ગયા બાદ પણ સટ્ટોડિયા આશાવાદી બનેલા હતા. રવિન્દ્ર જાડેજા અને મહેન્દ્રસિંહ ધોની જ્યારે બેટિંગ કરી રહ્યા હતા ત્યારે સટ્ટોડિયા જંગી દાવ લગાવી રહ્યા હતા. જા કે છેલ્લી બે ઓવરમાં મેચની Âસ્થતી બદલાઇ ગઇ હતી. ધોની પર સટ્ટોડિયાઓએ જંગી દાવ લગાવ્યા હતા.
જાણકાર લોકો કહી રહ્યા છે કે સેશન દર સેશનમાં પમ સટ્ટામાં ભારે નુકસાન થયુ છે. મંગળવારના દિવસે ભારતીય ટીમ ફેવરીટ દેખાઇ રહી હતી. મેચના દરેક પાસા પર સટ્ટો રમાઇ રહ્યો હતો. તમામ બેટ્સમેનો પર પણ સટ્ટો રમાઇ રહ્યો હતો.
ભારતીય ચાહકો પણ હાર બાદ ભારે નિરાશ થયા છે. માન્ચેસ્ટરના ઐતિહાસિક મેદાન ખાતે ગઇકાલે આઈસીસી વર્લ્ડકપમાં સૌથી મોટો અપસેટ સર્જાયો હતો અને વરસાદગ્રસ્ત મેચ રિઝર્વના ડેના દિવસે રમાયા બાદ ભારતની આશ્ચર્યજનકરીતે ન્યુઝીલેન્ડ સામે ૧૮ રને હાર થઇ હતી. જીતવા માટેના ૨૪૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા રિઝર્વ ડેના દિવસે ભારતીય ટીમ ૪૯.૩ ઓવરમાં ૨૨૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી.
એક વખતે ભારતે ચાર વિકેટ માત્ર ૨૪ રનમાં ગુમાવી દેતા ક્રિકેટ ચાહકોમાં સોપો પડી ગયો હતો અને ભારતીય ટીમની હાર એ વખતે જ લગભગ નિશ્ચિત થઇ ગઇ હતી. જા કે, આજની મેચમાં ફરી એકવાર મહેન્દ્રસિંહ ધોની અને જાડેજાએ છેલ્લી ઘડી સુધી ભારતની આશા જીવંત રાખી હતી અને મેચને રોમાંચક બનાવી દીધી હતી અને મેચ છેલ્લી ઓવર સુધી પહોંચી હતી.
જાડેજાએ ૫૯ બોલમાં ચાર છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી ઝંઝાવતી ૭૭ રન બનાવ્યા હતા જ્યારે ધોની ૭૨ બોલમાં ઉપયોગી ૫૦ રન કરીને આઉટ થયો હતો. ધોની ગુપ્ટિલ ડાયરેક્ટ થ્રોથી રનઆઉટ થતાં ટ‹નગ પોઇન્ટ આવ્યો હતો અને ભારતની હાર છેલ્લી ઓવરમાં નક્કી થઇ હતી. ધોનીએ છેલ્લી ઓવર સુધી બાજી રાખી હતી. છેલ્લી પાંચ ઓવરમાં ભારતે નિરાશાજનક દેખાવ કરીને ૪૦ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી.
વર્લ્ડકપમાં હજુ સુધીની નવ મેચમાં સૌથી રન કરનાર રોહિત શર્મા પણ સસ્તામાં આઉટ થયા હતા. મેચ હાથમાંથી નિકળી ગઇ હોવા છતાં સટ્ટોડિયા આશાવાદી દેખાઇ રહ્યા હતા. રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોનીએ મેચમાં સદીની ભાગીદારી નોંધાવીને નવો રેકોર્ડ સર્જાયો હતો. જા કે મેચ આખરે હાથમાંથી નિકળી ગઇ હતી. દેશભરમાં સટ્ટોડ્યા જારદાર રીતે સક્રિય થયેલા હતા.