ભારત ૧૦ વર્ષની અંદર ચન્દ્ર ઉપર બેઝ સ્થાપશે : પિલ્લાઇ
નવી દિલ્હી : ડીઆરડીઓના પૂર્વ વૈજ્ઞાનિક અને બ્રહ્યોસ મિસાઇલ કાર્યક્રમનુ નેતૃત્વ કરી રહેલા એ. શિવતનુ પિલ્લાએ કહ્યુ છે કે ભારત હીલિયમ-૩ પ્રાપ્ત કરવા માટે આગામી દસ વર્ષના ગાળામાં ચન્દ્રની સપાટી પર એક બેઝ સ્થાપિત કરવામાં સફળ થઇ જશે. પિલ્લાએ કહ્યુ હતુ કે હીલિયમ-૩ ભવિષ્યમાં ઉર્જાના નવા સોર્સ તરીકે રહેનાર છે. હીલિયમ-૩ એક બિન રેડિયોસક્રિય પદાર્થ તરીકે છે. જે યુરેનિયમની તુલનામાં ૧૦૦ ગણી વધારે ઉર્જા પૈદા કરી શકે છે. ટીવી ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેતા પિલ્લાઇએ કહ્યુ હતુ કે અંતરિક્ષ કાર્યક્રમમાં અમે એવા ચાર દેશોમાં સામેલ થઇ ચુક્યા છીએ
જે દેશો એ ટેકનોલોજીના ક્ષેત્રમાં ઉલ્લેખનીય સફળતા હાંસલ કરી ચુક્યા છે. કાર્યક્રમમાં કહેવામાં આવ્યુ છે કે ભારત ખુબ જ કિંમતી કાચા માલ તરીકે રહેલા હીલિયમ-૩ના વિપુલ ભંડારના પ્રોસેસ માટે ચન્દ્ર પર એક ફેક્ટરી સ્થાપિત કરવા માટે ઇચ્છુક છે. પિલ્લાઇએ કહ્યુ છે કે ચન્દ્ર પર ભારત બેઝ બનાવવા માટે ખુબ જ ઉત્સુક છે. પિલ્લાઇએ કહ્યુ છે કે ચન્દ્ર પર ભારતના બેઝ સૌર મંડળમાં અન્ય ગ્રહ પર અભિયાન માટે ભવિષ્ય માટે કેન્દ્ર બનાવી દેવામાં આવનાર છે. ભારત આગામી બે વર્ષના ગાળામાં અંતરિક્ષના ક્ષેત્રે કેટલીક અભુતપૂર્વ સિદ્ધી હાંસલ કરનાર છે.
ભારત હાલમાં ચન્દ્રયાન-૨ મિશનને હાથ ધરીને દુનિયાના દેશોને આશ્ચર્ય ચકિત કરી ચુક્યુછે. અલબત્ત આ મિશનમાં સહેજ ચુક રહી ગઇ છે. જા કે મિશન ૯૫ ટકા સફળ રહ્યુ છે. લેન્ડર વિક્રમ ચન્દ્ર પર ઉતરાણ કરતી વેળા સહેજમાં ભટકી જતા નિરાશા મળી હતી.