ભારે ગરીબીમાં વીત્યું છે ભારતી સિંહનું બાળપણ
માત્ર ૨ વર્ષની ઉંમરે પિતાને ગુમાવ્યા
અમારી આર્થિક સ્થિતિ નબળી હોવાથી હું જ્યારે મારી માતાના પેટમાં હતી ત્યારે તે અબોર્શન કરાવવા માગતી હતી: ભારતી
મુંબઈ,
કોમેડિયન ભારતી સિંહ અને રાઈટર-હોસ્ટ હર્ષ લિંબાચિયા ૩ એપ્રિલ ૨૦૨૨ના રોજ પેરેન્ટ્સ બન્યા છે. ભારતી સિંહે ૩ એપ્રિલે દીકરાને જન્મ આપ્યો હતો. બાળકના જન્મ પછીથી ભારતી અને હર્ષ ખૂબ ઉત્સાહિત છે. એક ચેટ શૉમાં ભારતી સિંહે કહ્યું કે હું જ્યારે માત્ર ૨ વર્ષની હતી ત્યારે મારા પિતાનું નિધન થઈ ગયું હતું. ત્યારે મારી માતા ૨૨ વર્ષની હતી અને પરિવાર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો.
સેલેબ્રિટી તરીકે ઓળખ બનાવતા પહેલા કોમેડિયન ભારતી સિંહે ઘણો સંઘર્ષ કર્યો છે. એક ચેટ શૉમાં ભારતી સિંહે કહ્યું કે હું જ્યારે માત્ર ૨ વર્ષની હતી ત્યારે મારા પિતાનું નિધન થઈ ગયું હતું. ત્યારે મારી માતા ૨૨ વર્ષની હતી અને પરિવાર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. ત્યારે મારી માતા એક કારખાનામાં કામ કરતી હતી અને સાથે-સાથે ઘરનું કામ પણ કરતી હતી. હું સીવણ મશીનનો અવાજ સાંભળીને મોટી થઈ છું.
ભારતી સિંહે વધુ વાત કરતા જણાવ્યું કે, લોકો મારી માતાને ગાળો આપતા હતા અને જલદી દેવાની ચૂકવણી કરવાનું કહેતા હતા. જેથી મને ત્યારે પુરુષો પ્રત્યે ભારે ગુસ્સો હતો. દેવાની ચૂકવણીને યાદ કરતા જ મારી માતા ઉદાસ થઈ જતી હતી. ભારતી સિંહે એવું પણ કહ્યું કે અમારી આર્થિક સ્થિતિ નબળી હોવાથી હું જ્યારે મારી માતાના પેટમાં હતી ત્યારે તે અબોર્શન કરાવવા માગતી હતી. પણ, મારી માતાએ એવું કર્યું નહીં જેથી મને માતા પર ગર્વ છે.
ભારતી સિંહે હંમેશાં પોતાની સફળતાનો શ્રેય માતાને આપ્યો છે અને તેણે કહ્યું કે હું મારા શરીરના વજન અથવા પૈસા માટે નથી વિચારતી. હું મારી માતાને ગુમાવવાની કલ્પના પણ કરી શકું નહીં. કોમેડિયન ભારતી સિંહ અને રાઈટર-હોસ્ટ હર્ષ લિંબાચિયા ૩ એપ્રિલ ૨૦૨૨ના રોજ પેરેન્ટ્સ બન્યા છે. ભારતી સિંહે ૩ એપ્રિલે દીકરાને જન્મ આપ્યો હતો. બાળકના જન્મ પછીથી ભારતી અને હર્ષ ખૂબ ઉત્સાહિત છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી ભારતીએ એક દિવસ પહેલા જ હોસ્પિટલમાંથી પોતાની સેલ્ફી શેર કરતાં લખ્યું હતું, ‘હવે ઊંઘવાનું નથી બસ જાગવાનું છે.’ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાં પહેલા ભારતીએ એક ફોટો શેર કરીને ઘરે જવાનો ઉત્સાહ દર્શાવ્યો હતો.sss