Western Times News

Gujarati News

ભારે જહેમત બાદ શૂટ થયો RRRનો ઈન્ટરવલ સીન

મુંબઈ, બાહુબલી ફેમ ડિરેક્ટર રાજામૌલીની ફિલ્મ આરઆરઆરની ફેન્સ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ફિલ્મમાં રામ ચરણ તેજા, જૂનિયર એનટીઆર, અજય દેવગણ અને આલિયા ભટ્ટને કાસ્ટ કરવામાં આવ્યા છે. એક તો મલ્ટી સ્ટારર ફિલ્મ અને ઉપરથી બાહુબલીના ડિરેક્ટર, માટે લોકોનો ઉત્સાહ વધી ગયો છે.

જાે કે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને મેકર્સે રીલિઝને ટાળવાનો ર્નિણય લીધો છે. ફિલ્મનું ટ્રેલર જાેઈને લાગી જ રહ્યું છે કે તેને બનાવવામાં કરોડો રુપિયા ખર્ચવામાં આવ્યા હશે. પ્રાપ્ત જાણકારી અનુસાર આ ફિલ્મ ૪૦૦ કરોડમાં બનીને તૈયાર થઈ છે. ફિલ્મના અમુક સીન એવા હતા કે તેને શૂટ કરવા માટે દિવસના ૭૫ લાખ રુપિયા ખર્ચ થતો હતો.

બાહુબલીમાં આપણે જાેયું છે કે રાજામૌલી કેટલા ભવ્ય સેટ તૈયાર કરે છે. એક ઈન્ટર્વ્યુમાં રાજામૌલીએ જણાવ્યું કે, ફિલ્મના ઈન્ટરવલ સિક્વન્સને શૂટ કરવા માટે ૬૫ દિવસનો સમય લાગ્યો હતો. એસએસ રાજામૌલીને જ્યારે પૂછવામાં આવ્યું કે, શૂટિંગ દરમિયાન એવી કઈ વાત બને છે જેના કારણે તમે ટેન્શનમાં આવી જાઓ છો અથવા ડર લાગે છે.

આના જવાબમાં રાજામૌલી જણાવે છે કે, જ્યારે આપણી પાસે આટલી મોટી યૂનિટ હોય અને કંઈ ખોટું થઈ જાય તો પ્રત્યેક મિનિટના લાખો રુપિયા ખર્ચ થઈ જતા હોય છે. જ્યારે કોઈ મોટા સિક્વન્સ માટે શૂટ કરવાનું હોય અને વ્યવસ્થિત કામ ના ચાલે તો સમસ્યા સર્જાય છે. જેમ કે, આરઆરઆરના ઈન્ટરવલ સિક્વન્સના શૂટ માટે અમે ૬૫ રાત સુધી કામ કર્યું. એવા સેંકડો એક્ટર્સ હતા જે પોતાનો રોલ કરવા માટે અલગ અલગ દેશોથી આવ્યા હતા.

દરેક રાતની શૂટિંગનો ખર્ચ ૭૫ લાખ રુપિયા થતો હતો. આરઆરઆર ફિલ્મ બે સ્વાતંત્ર્ય સેનાની અલ્લૂરી સીતારામ રાજૂ અને કોમારામ ભીમની સ્ટોરી પર આધારિત છે. આ ફિલ્મ ૧૯૨૦ સમયની છે. ફિલ્મ પહેલા ૩૦મી જુલાઈ ૨૦૨૦ના રોજ રીલિઝ થવાની હતી. ત્યારપછી તેને પોસ્ટપોન કરવામાં આવી. આરઆરઆર ૭ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ રીલિઝ થવાની હતી, પરંતુ હવે ફરી ફિલ્મને પોસ્ટપોન કરવાની હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.