ભારે પવનને કારણે વલ્લભ સદન પાસે ઝાડ પડ્યુ
(તસવીરઃ જયેશ મોદી) અમદાવાદ, અમદાવાદમાં સોમવારે રાત્રે ભારે પવન અને વરસાદને કારણે આશ્રમરોડ પર વલ્લભ સદન પાસે મોટું ઝાડ પડી ગયુ હતું. જેને હટાવવાની કામગીરી આજે મંગળવારે મ્યુ. કોર્પો. ના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.
શહેરના ઘણાં વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વોરાના રોજા પાસે પાણી ભરાતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
વાસણા બેરેજના દરવાજા મોડી રાત્રે ખોલી નાંખવા પડ્યા હતા.