ભારે રસાકસી બાદ રાજસ્થાન રોયલ્સે પંજાબને હરાવ્યું

નવી દિલ્હી, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આજે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ર્નિણય કર્યો હતો. પ્રથમ બેટિંગ માટે ઉતરેલી રાજસ્થાન રોયલ્સે ૨૦ ઓવરના અંતે ૧૮૫ રન બનાવ્યા હતા અને પંજાબને ૧૮૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જાે કે પંજાબ આ લક્ષ્યાંકને હાંસલ કરી શક્યો ન હતો.
મેચ અંતિમ ઓવરોમાં ભારે રોમાંચક બની હતી. છેલ્લી ઓવરના છેલ્લા ૩ બોલ પર પંજાબને ૩ રન જાેઈતા હતા. જાે કે પંજાબ ૩ રન બનાવવામાં નિષ્ફળ રહ્યું હતું. જે બાદ રાજસ્થાનનો બે રનથી શાનદાર વિજય થયો હતો.
પંજાબ અને રાજસ્થાન વચ્ચેની મેચ છેલ્લી ઓવર સુધી પહોંચી હતી અને અહીં કાર્તિક ત્યાગી મેચનો હીરો બન્યો હતો અને તેણે પંજાબના હાથમાંથી જીત આંચકીને રાજસ્થાનના હાથોમાં મૂકી દીધી હતી. છેલ્લી ઓવરમાં પંજાબને જીત માટે ૬ બોલમાં ચાર રનની જરૂર હતી. પણ કાર્તિક ત્યાગીએ તરખાટ મચાવતાં સૌપ્રથમ ત્રીજા બોલ પર નિકોલસ પૂરનને ૩૨ રને આઉટ કર્યો હતો.
આ સમયે ૩ બોલ પર પંજાબને ૩ રનની જરૂર હતી. જે બાદ ચોથો બોલ ડોટ ગયો હતો અને પાંચમા બોલે તેણે હુડાને આઉટ કર્યો હતો. અને છેલ્લો બોલ પર ડોટ બોલ પડયો હતો. પંજાબ તરફથી કેપ્ટન કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે ખુબ જ સારી શરૂઆત અપાવી હતી. રાહુલે ૩૩ બોલમાં ૪ ચોગ્ગા અને ૩ સિક્સની મદદથી ૪૯ રન બનાવ્યા હતા.
જ્યારે મયંક અગ્રવાલે ૪૩ બોલમાં ૭ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૬૭ રન બનાવ્યા હતા. જે બાદ એઈડન મર્કરમે અણનમ ૨૦ બોલમાં ૨૬ રન બનાવ્યા હતા. અને નિકોલસ પૂરને ૨૨ બોલમાં ૧ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૩૨ રન બનાવ્યા હતા.
જ્યારે રાજસ્થાન તરફથી બોલર કાર્તિક ત્યાગીએ ૩ વિકેટ ઝડપી હતી અને ચેતન સાકરિયા તેમજ રાહુલ તેવતિયાએ ૧-૧ વિકેટ ઝડપી હતી. રાજસ્થાનને યશસ્વી જયસવાલ અને ઈવિન લૂઈસે વિસ્ફોટક બેટિંગ કરીને શાનદાર શરૂઆત અપાવી હી અને પહેલી વિકેટ માટે ૫૪ રનોની પાર્ટનરશિપ કરી હતી. જાે કે પંજાબના અર્શદીપ સિંહે લૂઈસને ૩૬ રનો પર આઉટ કરીને પાર્ટનરશિપ તોડી હતી.
જાે કે ટીમનાં કેપ્ટન સંજુ સેમસન ફક્ત ચાર રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે લિયામ લિવિંગસ્ટોને ૧૭ બોલ પર ૨૫ રનો ફટકાર્યા હતા. યશસ્વી જયસવાલે ૩૬ રન પર ૪૯ રન બનાવીને કેચ આઉટ થયો હતો અને તેણે ૨ સિક્સ અને ૬ ચોગ્ગા ફટકાર્યા હતા.SSS