Western Times News

Gujarati News

ભારે વરસાદથી ચારધામ યાત્રા કરવા ગયેલા ગુજરાતીઓ ફસાયા

નવી દિલ્હી, ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ચારધામની યાત્રાએ નીકળેલા ગુજરાતના સેંકડો પ્રવાસીઓ અધવચ્ચે અટવાઇ ગયા છે. ઉત્તરાખંડ સરકારે રેડ એલર્ટ જાહેર કરતાં પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડાયા છે. ઉત્તરાખંડમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી ચારધામ યાત્રા અટકાવી દેવાઈ છે. ગુજરાતના સેંકડો યાત્રિકો ઉત્તરકાશી, નેતાલા અને આસપાસના વિસ્તારોમાં અટવાઇ ગયા છે.

હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. તેવામાં વિભાગનું પૂર્વાનુમાન સાચુ સાબિત થયું છે. ગઈકાલ રાતથી રુદ્રપ્રયાગ, ચમોલી અને ઉત્તરકાશીમાં વરસાદ પડી રહ્યો છે. તો આજે આ જનપદોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તેવામાં સાવચેતીરૂપે કેદારનાથ અને બદરીનાથની યાત્રા અસ્થાયી રીતે રોકી દેવામાં આવી છે. તંત્રએ ચારધામ યાત્રીઓને વરસાદમાં યાત્રા ન કરવાની અપીલ કરી છે. સાથે જ યાત્રીઓને તમામ યથાસ્થન પર રોકાવવા કહેવામાં આવ્યું છે. જિલ્લાધિકારી મનુજ ગોયલે જણાવ્યું હતું કે, હવામાન એલર્ટ અંગે ભારે વરસાદની સંભાવના છે. યાત્રીઓની સુરક્ષિત સ્થળો પર જવાનું કહેવામાં આવ્યું છે. જે યાત્રી કેદરનાથ પહોંચી ગયા છે.

તેમને દર્શન કર્યા પછી ગૌરીકુંડ અને સોનપ્રયાગ મોકલવામાં આવી રહ્યા છે. શનિવારે ૧૬,૩૩૮ તીર્થયાત્રીઓએ બાબાના દર્શન કર્યા હતા. અત્યાર સુધી કેદારનાથ ધામમાં ૮૫થી ૯૦ હજારની નજીક તીર્થયાત્રી દર્શન કરી ચૂક્યા છે. બીજી તરફ ચાર ધામ યાત્રા અટકાવી દેવામાં આવતાં અનેક ગુજરાતી પરિવારનો પમ ફસાયા છે. જેમાં અમદાવાદના મણિનગરનો એક પરિવાર પણ ઉત્તરાખંડમાં ફસાયો છે.

બીજી તરફ પહેલાથી પ્રીપ્લાન બુકિંગ અને ફ્લાઈટની ટિકિટો હોવાથી આ પરિવારને ચારધામ યાત્રા અટકાવી દેવાની ફરજ પડી છે. આ પરિવારના જણાવ્યા મુજબ ગંગોત્રીમાં ભારે વરસાદના કારણે ૩૦૦૦થી વધુ ગાડીઓ અટકાવી દેવામાં આવી છે. જ્યારે રાજકોટના ૧૮૦ લોકોનું એક ગ્રૂપ ગંગોત્રીના રસ્તામાં ફસાઈ ગયું હોવાનું પણ સામે આવ્યું છે.

જેમાં ધોળકા વિદ્યાલયના શિક્ષક ચેતનભાઈએ કહ્યું કે, અમે ઉત્તરકાશીથી ગંગોત્રી રોડ પર આવેલા નેતાલામાં ફસાઈ ગયા છીએ. હજુ તો અમારી એક જ યાત્રા થઈ છે. જ્યારે મણિનગરના રહેવાસીએ કહ્યું કે હું અને પત્ની, દીકરો તેમજ દીકરી-જમાઇ સાથે ચાર ધામની યાત્રા કરવા આવ્યા છે.

યમનોત્રીની યાત્રા પૂર્ણ કરીને આવ્યા છે. પણ નેતાલમાં અટવાઇ ગયા છે. ૧૦ દિવસનો કાર્યક્રમ હતો. કેદારનાથનો કાર્યક્રમ હતો પણ ગંગોત્રીમાં ભારે વરસાદના કારણે આગળ જવું શક્ય નથી. ત્યારે રિટર્ન ટિકિટ પણ અમારી પાસે છે તેથી આગળનો પોગ્રામ કેવો રહેશે તે કહેવું હાલ તો મુશ્કેલે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.