ભારે વરસાદથી ચેન્નાઈમાં રેડ એલર્ટ
ચેન્નાઈ, દક્ષિણ ભારતના રાજ્યો તમિલનાડુ અને આંધ્રપ્રદેશ સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી રહી છે. હવામાન વિભાગના ડીજીજીએમ ડો.એસ.બાલચંદ્રને જણાવ્યું હતું કે આજે તમિલનાડુના પુડુક્કોટ્ટાઈ, રમંથાપુરમ, કરાઇકાલ અને કુડ્ડાલોર,
વિલ્લુપુરમ, શિવગંગા, સામંથાપુરમ, જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત આંધ્રપ્રદેશમાં વરસાદનું સંકટ વધુ ઘેરું થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવતીકાલે અને પરમ દિવસે ભારે વરસાદ પડી શકે છે. તેથી જ દક્ષિણ આંધ્રપ્રદેશ, તમિલનાડુને અડીને આવેલા દરિયાકિનારા પર માછીમારોને બે દિવસની ચેતવણી જારી કરવામાં આવી છે.