Western Times News

Gujarati News

ભારે વરસાદથી વલસાડ અને નવસારીમાં હાલત કફોડી

વાપીમાં ૯ ઇંચથી વધારે વરસાદ – દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદથી પાણી ભરાયા

અમદાવાદ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે અનેક જગ્યાઓએ જળબંબાકારની Âસ્થતિ સર્જાઈ ગઈ છે. સૌથી વધારે કફોડી હાલત નવસારી અને વલસાડમાં થઇ છે. નવ ઇંચ સુધીનો વરસાદ જુદા જુદા વિસ્તારોમાં ખાબકી ગયો છે. વાપીમાં પણ નવ ઇંચ વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. હવામાન વિભાગ તરફથી દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી યથાવત રાખવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ ખાસ કરીને વલસાડ, નવસારી, નર્મદા, તાપી, સુરત, ડાંગ, ભરુચ, દમણ અને દાદરાનગર હવેલીમાં ૨૪ કલાકમાં ખુબ ભારે વરસાદ પડ્યો છે જેથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. જનજીવન પણ ખોરવાઈ ગયું છે. ચિખલી ગામમાં પાણી ઘુસી ગયા હોવાના પણ અહેવાલ મળ્યા છે. વલસાડમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વાંકલ ગામમાં પુલ ધરાશાયી થવાની ઘટના પણ બની છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે અમદાવાદ અને મુંબઈ હાઈવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હોવાનાઅહેવાલ પણ મળ્યા છે.

છેલ્લા ૨૪ કલાકના ગાળા દરમિયાન નવ ઇંચ સુધીના વરસાદથી ચારેબાજુ પાણી ભરાયા છે. વાપીમાં નવ, કપરાડામાં છ, ઉંમરગામમાં ત્રણ, ખેરગામમાં છ, ધરમપુરમાં છ, દમણમાં છ, માંગરોળમાં ત્રણ, વધઇમાં બે અને પારડીમાં પાંચ ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો છે. અનેક પંથકોમાં પાણી ઘુસી ગયા છે. જનજીવન ઉપર માઠી અસર થઇ છે. દક્ષિણ ગુજરાત ઉપર મો‹નગના અપરએર સાયકલોનિક સરક્યુલેશનની સ્થિતિ પ્રવર્તી રહી છે.

આ સ્થિતિ વચ્ચે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં તેમજ સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાઓએ ભારે વરસાદ પણ થયો છે. હવામાન વિભાગ તરફથી મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. હવામાન વિભાગના કહેવા મુજબ પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ જારી રહી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છના ગીરસોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદ થયો છે. આ વરસાદી માહોલ જારી રહી શકે છે. અમદાવાદમાં વરસાદમાં વિરામની સ્થિતિ રહી છે પરંતુ વાદળછાયુ વાતાવરણ આંશિકરીતે રહેતા લઘુત્તમ તાપમાનમાં કોઇ વધારે ફેરફારની સ્થિતિ જાવા મળી નથી. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૭.૪ ડિગ્રી નોંધાયું હતું.

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘ મહેર જારી રહી છે અનેક વિસ્તારોમાં આઠ ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો છે. જેથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. અંબિકા નદીના કાઠે આવેલા આઠ ગામોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. ૭૭ તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં કેટલીક જગ્યાએ આઠ ઈંચ સુધીનો વરસાદ નોંધાઈ ગયો છે. ભારે વરસાદની ચેતવણી વચ્ચે તંત્ર પણ સાબદુ થયેલુ છે. આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતના જુદા જુદા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો. વલસાડ, નવસારી, વડોદરા, સુરત, ભરૂચમાં ભારે વરસાદ થયો છે.

દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાત પર અપર સાયક્લોનિક સરક્યુલેશનની Âસ્થતિ સર્જાઈ છે. જેથી વરસાદ જારી રહી શકે છે. હવામાન વિભાગે ચેતવણી આપતા કહ્યું છે કે, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, વડોદરામાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ વચ્ચે તંત્રને સજ્જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી માહોલ અને મેઘ મહેર યથાવત રહી છે. રાજયમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘમહેર જારી રાખી છે. ગુજરાતમાં મોનસુન વધુ ઝડપથી સક્રિય થઇ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.