ભારે વરસાદના કારણે દેહરાદૂન-ઋષિકેશનો હાઇવે ધોવાઈ ગયો
દેહરાદુન, દેહરાદૂન થી ઋષિકેશ જવા માટે સરકાર દ્વારા એક વૈકલ્પિક હાઇવે બનાવવામાં આવ્યો હતો. જે તાજેતરમાં ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો હતો. આ રોડ વાહનોની સતત અવરજવરના કારણે લોડ ઓછો કરવા માટે વૈકલ્પિક ધોરણે બનવવાનમાં આવ્યો હતો જે રાણીપોખરી ફલાય ઓવરનો એક હિસ્સો છે અને તે દેહરાદૂન થી ઋષિકેશ વાયા રાણીપોખરી પહોંચાડે છે.
આ અગાઉ દેહરાદૂન- ઋષિકેશ વચ્ચેનો બ્રિજ રાણી પોખરી ગામ પાસે ૨૭ ઓગેસ્ટે તૂટી પડ્યો હતો. આ તૂટેલા બ્રિજ નીચેથી ઘણા વાહનો તણાઇ રહ્યા છે અને ટ્રક જેવા વાહનો પણ ઉંધાચિતા થઈ ગયા હતા.
જીઓલોજીસ્ટ્સ દ્વારા આસપાસનાં રહેણાંકમાંથી જલ્દીથી બધાને બહાર કાઢવાની કવાયત હાથ ધરવા માટે કહેવામાં આવ્યું હતું. જુમ્મા ગામ અને ઉત્તરાખંડના પીથોરાગઢ જિલ્લામાં ઘરોમાં મોટી તિરાડો પણ જાેવા મળી હતી. જુમ્મા ગામમાં બે ઘરો તૂટી પડતાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા. ઘરોમાં મોટી મોટી તિરાડો પડી જતાં ૨૨ પરિવારો ભયજનક સ્થિતિમાં મુકાઇ ગયા હતા. બાદમાં બે ઘરો તૂટી પણ ગયા હતા. છેલ્લા ઘણા સમયથી ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે તબાહી મચી ગઈ હતી.HS