ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો

નર્મદા, ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૧ સેમીનો વધારો થયો છે.
હાલ નર્મદા ડેમની સપાટી ૧૨૦.૬૬ મીટરે પહોંચી ગઇ છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદ બાદ સરદાર સરોવર ડેમમાં નવા નીર આવતા હાલ ૪૫૮૭ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. લાંબા વિરામ બાદ મેઘરાજાએ ગુજરાતમાં એન્ટ્રી મારી છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિત અનેક જગ્યાઓ પર મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જેના પગલે નદીઓમાં પાણીની આવક સતત વધતી જઇ રહી છે. ઉપરવાસમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેના કારણે નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે. ત્યારે હાલ નર્મદા ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. ઉપરવાસમાંથી ૪૮૨૦ ક્યુસેક પાણીની આવક આવક થતા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. હાલ નર્મદા ડેમની સપાટી ૧૨૦.૬૬ મીટરે પહોંચી ગઈ છે.
ઉપરવાસના પાવરહાઉસ ચાલુ કરાતા નર્મદા ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે. નર્મદા ડેમમાં હાલ ૫૦૩૭.૫૭ સ્ઝ્રસ્ લાઈવ સ્ટોરેજનો જથ્થો છે. જાે કે, નર્મદા ડેમમાંથી હાલ ૪૫૮૭ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે.SSS