ભારે વરસાદમાં ડૂબ્યું મુંબઈઃ બસ-ટ્રેન સંચાલન પ્રભાવિત
મુંબઈ, મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં છેલ્લા અનેક કલાકોથી સતત વરસાદ વરસી રહ્યો છે. બીએમસી અનુસાર છેલ્લા ૧૦ કલાકમાં મુંબઈમાં ૨૩૦ એમએમ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે શહેરના મોટાભાગના વિસ્તારો સમગ્રપણે પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તેના કારણે બસોથી લઈને મુંબઈ લોકલ ટ્રેનોનું સંચાલન પ્રભાવિત થયું છે.
બીએમસી અનુસાર લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. મંગળવાર બપોરે લગભગ ૧૨ વાગે દરિયામાં હાઈટાઈડ આવશે. આ દરમિયાન લગભગ ૪.૫૧ મીટર ઊંચા મોજા ઉછળવાની આશંકા છે. એવામાં લોકોને નીચાણવાળા વિસ્તારો અને દરિયાકાંઠે ન જવાની અપીલ કરવામાં આવી છે. સતત પડી રહેલા વરસાદના કારણે મુંબઈલોકલ ટ્રેનોની વેસ્ટર્ન લાઈનને રોકી દેવામાં આવી છે. બીજી તરફ, સીએસએમટી અને કુર્લાની વચ્ચે હાર્બર લાઈનને પણ બંધ કરી દેવામાં આવી છે. સતત પડી રહેલા વરસાદના કારણે મુંબઈ લોકલ ટ્રેનોની વેસ્ટર્ન લાઈનને રોકી દેવામાં આવી છે. બીજી તરફ, સીએસએમટી અને કુર્લાની વચ્ચે હાર્બર લાઈનને પણ બંધ કરી દેવામાં આવી છે.