Western Times News

Gujarati News

ભાલકા તીર્થમાં પૂનઃનિર્મિત મંદિર ખાતે શિખર પ્રતિષ્ઠા તેમજ પ્રથમ ધ્વજારોહણ

ભાલકા તીર્થમાં પૂનઃનિર્મિત મંદિર ખાતે શિખર પ્રતિષ્ઠા અને સ્નપન વિધિ તેમજ પ્રથમ ધ્વજારોહણ ઉત્સાહભેર યોજાયુ… લાખ્ખો ભક્તો કૃષ્ણ ભક્તિમાં લીન થયા…

પ્રભાસ હરિહર ક્ષેત્ર છે, જ્યા પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ બિરાજમાન છે. ભગવાન કૃષ્ણએ પણ સ્વધામ તરફ પ્રભાસના આ પાવન ક્ષેત્રથી જ પ્રસ્થાન કરેલ આ પાવનકારી ભૂમીમા સ્થીત ભાલકા તીર્થ ખાતે આજરોજ તા. 13 ઓક્ટોબર રવિવાર અને આસો માસની પુર્ણીમા  ના પાવન પ્રસંગે અનેકવિધ ધાર્મિક આયોજન સંપન્ન થયા, જેમાં દ્વારકા થી સોમનાથ સુધીની ભવ્ય ધર્મધ્વજ રથયાત્રા યોજાયેલ જે યાત્રા ભાલકા ખાતે રાત્રે પહોચતા ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પ્રવિણભાઇ લહેરી તથા એક્ઝીક્યુટીવ ઓફિસર દિલીપભાઇ ચાવડા, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એ સ્વાગત કરેલ.

ભાલકા મંદિરને સુંદર લાઇટો અને ફુલો તોરણોથી શુશોભીત કરવામાં આવેલ. સવારે પ્રાસાદ વાસ્તુવિધિથી શુભ પ્રારંભ થયેલ હતો, નારાયણ યજ્ઞ, 151 સત્યનારાયણ કથા, શિખરપૂજન પ્રતિષ્ઠા અને સ્નપન વિધિ બ્રાહ્મણોના વેદોક્ત મંત્રોચ્ચાર અને ભક્તોના માનવમહેરામણ વચ્ચે પુર્ણ થયેલ હતી. ત્યાર બાદ ધ્વજારોહણ પ્રાસાદ વાસ્તુ પુર્ણાહુતી ટ્રસ્ટી પ્રો.જે.ડી.પરમાર, ટ્રસ્ટી સેક્રેટરી પ્રવિણભાઇ લહેરી ના  હસ્તે કરવામાં આવી હતી.

આ પ્રસંગે પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, રાજ્યમંત્રી વાસણભાઇ આહીર તથા બહોળી સંખ્યામા ભક્તો, ગુજરાત આહિરસમાજ, ભાલકા પૂર્ણિમા સમિતિ સહિત સૌ ઉપસ્થીત રહ્યા હતા .આ પ્રસંગે ભગવાની શ્રીકૃષ્ણ ચંદ્ર પરમાત્માને વિશેષ શૃંગાર પુજારીવૃંદ દ્વારા કરવામાં આવેલ હતો.  સમગ્ર ભાલકા તીર્થમાં જયશ્રી કૃષ્ણ જય ભાલકેશ્વર નો નાદ ચોમેરગુંજી ઉઠ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.