ભાવનગરનાં અલંગ યાર્ડ પર વિરાટ તોડવાનું શરૂ થયું
ભાવનગર: ભારતીય નૌસેનામાં યશસ્વી યોગદાન આપી નિવૃત્ત થનાર ધ ગ્રાન્ડ ઓલ્ડ લેડી તરીકે જાણીતા યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટને બ્રેકીંગ માટે ભાવનગરનાં અલગં શીપ બ્રેકીંગ યાર્ડ લાવવામાં આવેલ છે. આ જહાંજ ભંગારમાં ન ફેરવાય અને તેનું મ્યુઝિયમ બને તેવી લાગણી વ્યાપક બની છે. જાેકે, વિરાટને મ્યુઝિયમ તરીકે અમર રાખવાની ઈચ્છા પરંતુ તે સપનું પૂર્ણ થયુ નહી. આખરે આ જહાંજનું બ્રેકીંગ શરૂ થઈ ગયું છે.
ત્યારે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બ્રિટનના હર્મિસ વિરાટ હેરિટેજ ટ્રસ્ટે આઈએનએસ વિરાટને પોતાને સોંપી દેવા બ્રિટનના ટ્રસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેને બચાવવા માટે પત્ર લખ્યો છે. ભારત સરકારે આઈએનએસ વિરાટને નિવૃત્ત કરી દીધા પછી તેને મ્યુઝિયમમાં ફેરવવા અંગે સંપૂર્ણપણે બેદરકારી દાખવી હતી. ઉલ્લેખનીય છે કે, આ જહાજ પહેલા બ્રિટિશ નૌકાદળનો ભાગ હતું. ૧૯૫૯માં વિમાન વાહક જહાજ બ્રિટને પોતાના માટે બનાવ્યું હતું અને તેને એચએમએસ હર્મિસ નામ આપ્યું હતું. હવે આ જહાજ ભારતમાં તૂટવા જઈ રહ્યું છે.
ત્યારે બ્રિટનના હર્મિસ વિરાટ હેરિટેજ ટ્રસ્ટે તેને બચાવવા માટે પત્ર લખ્યો છે. આ પત્રમાં લખ્યું છે કે, જાે જહાજને તમે સાચવી શકતા ન હો તો પછી અમને પરત આપી દો. આ પત્ર બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જાેન્સન અને ભારતના નરેન્દ્ર મોદી બન્નેને લખાયો છે. હર્મિસ વિરાટ હેરિટેજ ટ્રસ્ટ દ્રારા પત્ર લખી યુદ્ધ જહાજ વિરાટ ને બ્રિટન પરત લઈ મ્યુઝિયમ બનાવવા માંગ કરી છે. આઈએનએસ વિરાટ ગત તા.૨૮મી સપ્ટેમ્બરે ડિસમેન્ટલ થવા માટે મુંબઈથી અલગં એન્કરેજ ખાતે પહોંચ્યું હતું. રૂા. ૩૮.૫૪ કરોડમાં શ્રીરામ ગ્રુપએ તેને ખરીધા બાદ અલંગમાં આ શિપ ભાંગવાનું શરૂ થતા પૂર્વે જ આઈએનએસ વિરાટને મ્યુઝિયમ તરીકે જીવતં રાખવા સોશ્યલ મિડીયામા કેમ્પેઈન શરુ થયુ હતું.
જેના પગલે મુંબઈની એક કંપનીએ આ જહાજ ખરીદી લેવા તૈયારી દર્શાવી હતી અને ગોવા નજીક આ જહાજને કાયમી ધોરણે મ્યુઝિયમ તરીકે પ્રસ્થાપિત કરવા જમીનની પણ વિચારણા શરૂ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ એક પાર્ટીએ આ જહાજને અલંગમાં શિપબ્રેકર પાસેથી ખરીદવાની ડિલ મૂકી હતી. પરંતુ ૧૫ દિવસથી ભારત સરકારે આ ડિલ માટે જરૂરી એન.ઓ.સી. રજૂ કરી ન હતી અને આ મામલે પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું.
હવે બ્રિટનના ટ્રસ્ટે પાઠવેલ પત્રના આધારે શું થાય છે તે જાેવું રહ્યું. જાેકે, આ અંગે શ્રીરામ ગ્રુપનાં ચેરમેન મુકેશ પટેલ જણાવ્યું છે કે, તેઓને આ બાબત અંગે કોઈ માહિતી નથી અને હાલ આઈએનએસ વિરાટને કટિંગ કરવાની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે અને હર્મિસ વિરાટ હેરિટેજ ટ્રસ્ટ દ્રારા પત્ર લખી યુદ્ધ જહાજ વિરાટ ને બ્રિટન પરત લઈ મ્યુઝિયમ બનાવવા માંગ કરી છે તે બાબત તેઓને મીડિયાનાં મધ્યમ દ્વારા જાણ થઈ હતી.
મુકેશ પટેલ વધુમાં જણાવેલ જયારે બ્રિટનનાં બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જાેન્સન અને ભારતના નરેન્દ્ર મોદી બન્નેને લખાયો છે તે અંગે શ્રીરામ ગ્રુપ કંપનીને કોઈ જાણ કરાઈ નથી. ભાવનગર અલંગ શિપબ્રેકીંગ યાર્ડમાં આવેલા ભારતીય નૌસેનામાં યશસ્વી યોગદાન આપી નિવૃત્ત થનાર “ધ ગ્રાન્ડ ઓલ્ડ લેડી” તરીકે જાણીતા યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટને બ્રેકીંગ માટે ભાવનગરનાં અલગં શીપ બ્રેકીંગ યાર્ડ લાવવામાં આવેલ છે.