Western Times News

Gujarati News

ભાવનગરમાંથી કરોડોની GST ચોરી ઝડપાઈ

ઇતિહાસમાં સૌપ્રથમ વખત સ્થળ પર ટેક્સ અને પેનલ્ટીની આટલી મોટી રકમની વસૂલાત કરવામાં આવી

(એજન્સી)ભાવનગર, ભાવનગર જિલ્લામાંથી કરોડો રૂપિયાની જીએસટી ચોરી સપડાઈ છે. એસજીએસટી વિભાગે કડક કર વસૂલાત કરી છે. એક. કે. બેગ્સ દ્વારા સવા કરોડની ચોરી કરવામાં આવ્યો હોવાનો ખુલાસો છે. એસ. કે. બેંગ્સને ૫૦ લાખ રૂપિયા જમા કરાવવા આદેશ કરવામાં આવ્યો છે.

ભાવનગર જિલ્લામાંથી કરોડો રૂપિયાની જીએસટી ચોરી સપડાઈ છે. એસજીએસટી વિભાગે કડક કર વસૂલાત કરી છે. એક. કે. બેગ્સ દ્વારા સવા કરોડની ચોરી કરવામાં આવ્યો હોવાનો ખુલાસો છે. એસ. કે. બેંગ્સને ૫૦ લાખ રૂપિયા જમા કરાવવા આદેશ કરવામાં આવ્યો છે. એસ કે. બેગ્સની પાંચ શાખામાં દરોડા પડ્યા હતા. કરચોરી ઝડપાતા ટેક્સ તેમજ પેનલ્ટી સહિત વસૂલાત કરવામાં આવી છે.

બિલ વગરનો માલ વેચીને ચોરી કરવામાં આવી હતી.ભાવનગરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત સ્થળ પર ટેક્સ અને પેનલ્ટીની આટલી મોટી રકમની વસૂલાત કરવામાં આવી હતી. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બે દિવસ પૂર્વે એસ.કે.બેગ્સ યુનિટની પાંચ શાખાઓ પર સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.

દરોડા દરમિયાન એસ.કે. બેગ્સ એન્ટરપ્રાઇઝિસની પેઢીમાંથી પાંચ કરોડથી વધુની કરચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. આ પેઢીના આતાભાઈ રોડ, એમ.જી. રોડ, લીલા સર્કલ, દેસાઇનગર અને ગોડાઉન સહિત પાંચ સ્થળો પર સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. એસજીએસટી વિભાગે ૧૮ ટકા કર આકારણી કરી હતી અને તેના પર ૧૫ ટકા લેખે પેનલ્ટી લગાવવામાં વી હતી.

આમ કુલ ૧.૨૫ કરોડની રકમ પૈકી એસ.કે. બેગના સંચાલકોએ ૫૦ લાખ તત્કાળ જમા કરાવી બાકીના સપ્તાહમાં જમા કરાવવા બાંહેધરી આપવામાં આવી છે. માર્કેટમાં બિલ વગરનો માલ વેચી મોટાપાયા પર કરચોરી થતી હોવાનું જાણવા મળતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.