ભાવનગરમાં પબ્જી ગેમ રમતા આશાસ્પદ યુવાનનું પટકાતા મૃત્યુ
(પ્રતિનિધિ) અમદાવાદ: પબજી ગેમને લઈને કેટલાંય આશાસ્પદ યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અગર તો ઈજા પામવાના બનાવો નાંધાયા છે.વળી, પબજી ગેમ પર પ્રતિબંધ પણ મુકવામા આવેલો છે. ત્યારે ભાવનગરના મામાકોઠા રોડ પર આવેલા ૬૦ ફળીમાં એક કરૂણ ઘટના ઘટી હતી. પોતાના ઘરે રાત્રીના ત્રીજા માળે પબજી ગેમ રમી રહેલા યુવા હરેશભાઈ અચાનક જ નીચે પટકાઈ પડ્યા હતા. અને તેમને ઈજા પહોંચી હતી.આ બનાવમાં બુધવારે હરેશભાઈ બારૈયાનું મૃત્યુ થયુ હતુ. આ અંગે પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.