Western Times News

Gujarati News

ભાવનગરમાં બોટ પલ્ટી ખાતા બે યુવાનોના મોત

પ્રતિકાત્મક

ભાવનગર, ભાવનગરમાં હોડી પલટી જતાં પાંચ યુવાનો ડુબ્યા હતાં આ ઘટના જેસરના વીરપુર ગામની છે હોડી પલટી જતાં પાંચ યુવાનો ડુબ્યા હતાં જેમાંથી ત્રણ લોકોનો બચાવ થયો છે જયારે અન્ય બે યુવાનોના મોત નિપજયા છે. આ ઘટનાને પગલે મૃતક પરિવાર અને ગ્રામજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઇ છે.

મળતી માહિતી અનુસાર ભાવનગરના જેસરના વીરપુર ગામ તળાવમાં હોડી પલટી જતાં પાંચ યુવાનો ડુબ્યા હતા ંતળાવના સામા કાંઠે આવેલી વાડીએથી હોડીમાં બેસી પાંચ લોકો પરત ફરી રહ્યાં હતાં તે દરમિયાન અચાનક તળાવની વચ્ચે હોડી પલ્ટી મારકી ગઇ હતી હોડી પલટી મારી જતા તેમાં બેઠેલા પાંચ વ્યક્તિઓ ડુબવા લાગી હતી

આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો એકત્રિત થયા હતાં અને બચાવ કામગીરી શરૂ કરી હતી અને ત્રણ લોકોને બચાવી લીધા હતાં જાયરે આ ઘટનામાં બે લોકોના ડુબી જવાથી મોત નિપજયા હતાં. મૃતકોમાં હમીરભાઇ અને પ્રતાપસિંહનો સમાવેશ થાય છે બંન્ને મોણપુર ગામના રહેવાસી છે. જેમના મોતથી પરિવાર તેમજ ગ્રામજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઇ છે. પોલીસે મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ શબને પરિવારજનોને સોંપ્યા હતાં અને તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.