ભાવનગરમાં વર્ષોથી ૬ બેઠકો પર ભાજપનો કબજો, આ વખતે ૭ થાય તેવો સંકલ્પઃ માંડવિયા

ભાવનગર, રાજ્યના તમામ જીલ્લાઓમાં યોજાનાર સ્નેહમિલન કાર્યક્રમના ભાગરુપે ભાવનગરમાં પણ ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનુ કાર્યક્રમમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે સંસ્થા કે કાર્યકર સાચી ભાવનાથી કામ કરનારનું કામ ક્યારેય અટકતું નથી, ભાવનગર જિલ્લામાં વર્ષોથી ૬ સિટ ઉપર ભાજપનો કબજાે છે જ ત્યારે આ વખતે પણ ૭ બેઠકો ઉપર ભાજપનો જ વિજય થાય એવો સંકલ્પ કરીએ તેવું મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું.ગીર સોમનાથના ઉનામાં ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ નવા વર્ષના પ્રારંભે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતના તમામ જીલ્લાઓમાં યોજાનાર સ્નેહમિલન કાર્યક્રમના ભાગરુપે આજે ગીર સોમનાથ જીલ્લાના ઉનામાં સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્યમંત્રી સાથે જીલ્લાના પ્રભારી મંત્રી અરવિંદ રૈયાણી તથા જીલ્લા ભાજપાના સંગઠન પ્રભારીઓ રઘુભાઈ હુબલ તથા મનસુખભાઈ ભુવા ઉપસ્થિત રહ્યા હતા.
ગીર સોમનાથના ઉનામાં ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, કાર્યકર્તાનું ધ્યાન પહેલા રાખવું જ જાેઇએ…સારો કાર્યકર્તા જ સારો નેતા બની શકે છે. આ પાર્ટીમાં કામ કરે છે તેનો નંબર ગમે ત્યારે લાગી શકે છે.ગામડાઓના કામો કાર્યકર્તાઓ અમારા સુધી પહોંચાડે આ સાથે જ મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રાકૃતિક ખેતી માટે સરકાર કટિબદ્ધ છે,
આ બાબતે સરકાર રાજ્યભરમાં જાગૃતિ અંગે કાર્યક્રમો કરશે. પ્રાકૃતિક ખેતી ઉત્પાદિત અનાજની વેચાણ વ્યવસ્થા કરાશે અને અલગ બજાર પણ સરકાર શરૂ કરશે. શહેરની સાથે ગામડાઓમાં પણ સારા કામો થયા છે…તૌકતે વાવાઝોડું હોય કે અન્ય કોઈ સંકટ દરેક ક્ષેત્રે સરકારે કામ કર્યું છે.HS