ભાવનગરમાં સરકારી આવાસોનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે લોકાર્પણ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/10/ramnatha-scaled.jpg)
અમદાવાદ, દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે આવતીકાલે શુક્રવારે સાંજે તેઓ ભાવનગરમાં આર્થિક રીતે નબળા પરિવારો માટે નિર્મિત ૧૦૮૮ આવાસોનું લોકાર્પણ કરશે.
ભાવનગરમાં આર્થિક રીતે નબળા લોકો માટે આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે દરમિયાન આવતીકાલે સાંજના ૪.૪પ કલાકે ૧૦૮૮ આવાસોનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે લોકાપર્ણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની રહેશે. આ ઉપરાંત રાજયના અન્ય મંત્રીઓ તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.