ભાવનગરમાં ૯ વર્ષના બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય

Files Photo
ભાવનગર: ભાવનગર શહેરમાં વર્ષ ૨૦૨૧ના પ્રથમ દિવસે જ એક ચકચારી ઘટના સામે આવી છે. ભાવનગર શહેરના ખેડૂતવાસમાં રહેતા એક શખ્સે કૂમળા બાળકને ભાગની લાલચ આપી અને તેની સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્યુ કર્યુ હોવાની ઘટનાના પગલે હાહાકાર મચી ગયો છએ.
ભોગ બનનનાર બાળકે આ અંગે પરિવારને આપવીતી સંભળાવતા પોલીસે યુવકની ધરપકડ કરી છે. વર્ષના પહેલાં જ દિવસે સંસ્કારી ભાવેણામાં હચમચાવી મૂકતો કિસ્સો સામે આવ્યો છે. આ ચકચારી બનાવની વિગત એવી છે કે ભાવનગર શહેરના ખેડૂતવાસમાં રહેતા શખ્સે ૯ વર્ષિય બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી શખ્સ ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
બી ડીવીઝન પોલીસ સુત્રોથી ઉપલબ્ધ વિગતો મુજબ ભોગબનનાર ૯વર્ષિય બાળકના પરિવારજનોએ ખેડૂતવાસ વિસ્તારમાં રહેતો અનિલ ઉર્ફે અનો હિમંતભાઈ સરવૈયા નામના શખ્સ સામે એવી ફરિયાદ નોંધાવી હતી કે અનિલ ઉર્ફે અનો બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધ આચરી નાસી છુટયો હતો.
આ ફરિયાદના ગણતરીના કલાકોરમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અનિલ ઉર્ફે અનાને ઉપાડી લેવામાં આવ્યો હતો અને તેનો કોવીડ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. કોવીડ ટેસ્ટ નેગેટિવ આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપીનો મેડિકલ એવીડન્સ આવ્યા બાદ તેને જેલ હવાલે કરાશે. જાેકે, સામાજિક પતનની પરાકાષ્ઠા સમાન આ કિસ્સામાં આરોપી યુવક ક્યા પ્રકારની માનસિક વિકૃતિમાંથી પસાર થઈ રહ્યો હશે તે આ ઘટના પરથી જાણવા મળી રહ્યું છે.
ગત ૧૮મી ડિસેમ્બરના રોજ અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. ચાલીમાં રહેતા ૪૦ વર્ષીય વ્યક્તિ ચાલીના કેટલાક યુવકો તાપણું કરતા હોવાથી તેમની પાસે તાપણું કરવા માટે ગયા હતા. બાદમાં મસ્તી મજાક કરતાં કરતાં આ યુવકોએ વ્યક્તિ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.
આ મામલે ૪૦ વર્ષના વ્યક્તિએ ત્રણ યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી હતી. પોલીસ તપાસમાં માલુમ પડ્યું હતું કે એક યુવકે ગંદુ કામ કર્યું હતું જ્યારે અન્ય એક આરોપીએ વીડિયો ઉતાર્યો હતો. પોલીસે વીડિયો રેકોર્ડ કરનાર સગીર વિરુદ્ધ પગલાં લીધા છે. યુવકોએ આ વીડિયો અન્ય લોકોને બતાવતા આ બનાવ સામે આવ્યો હતો.