Western Times News

Gujarati News

ભાવનગર ખાતે નેશનલ સાયન્સ સેમીનાર-૨૦૧૯ નું આયોજન

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર દ્વારા દર વર્ષે પ્રથમ જીલ્લા કક્ષાએ અને ત્યાર બાદ રાજ્ય કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જેના ભાગ રૂપે નેશનલ સાયન્સ સેમીનાર-૨૦૧૯ નું આયોજન પ્રથમ જીલ્લા કક્ષાએ ત્યારબાદ રાજ્ય કક્ષાએ થનાર છે. ભાવનગર જીલ્લામાં આ જીલ્લા કક્ષાના સેમિનાર-૨૦૧૯ નું આયોજન તા.૦૪-૦૯-૨૦૧૯ બુધવારના રોજ સવારે ૮ :૦૦ કલાક થી ૫ કલાક દરમ્યાન સરકારી મેડીકલ કોલેજ, બસ સ્ટેન્ડની પાછળ, ભાવનગર ખાતે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા વિષય ‘આવર્ત કોષ્ટકના રસાયણિક તત્વો : માનવકલ્યાણ પર થતી અસરો’ (‘Periodic Table of Chemical Elements: Impact on Human Welfare’) વિષય પર યોજાયો હતો.

આ કાર્યક્રમના ઉદ્દઘાટન સમારોહમાં શ્રી નીલેશભાઈ રાવલ (ચેરમેન, મ્યુનીસીપલ શાળા બોર્ડ, ભાવનગર), ડૉ. એચ.બી. મહેતા (ડીન, સરકારી મેડીકલ કોલેજ), ડૉ. હિતેશ શાહ (એસોસિએટ પ્રોફેસર, સર પી.પી. સાયન્સ કોલેજ ભાવ.), ડૉ. ભાર્ગવ પુરોહિત (વિભાગીય વડા, ફાર્મોકોલોજીસ્ટ વિભાગ., સરકારી તબિબી મહાવિદ્યાલય ભાવનગર) તથા શ્રી પરેશભાઈ ત્રિવેદી (પ્રમુખ, કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર) ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનશ્રીઓએ પોતાના વ્યકતમાં રોજબરોજના જીવનમાં ઉપયોગી ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી વિશે માહિતી આપી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

જીલ્લા કક્ષાના આ નેશનલ સાયન્સ સેમિનારમાં ભાવનગર જીલ્લાની કુલ ૭૧ ઉચ્ચતર પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો કુલ મળીને ૧૫૨ લોકો હાજર રહ્યા હતા. જીલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે મોક્ષ રાંભિયા, ધો.૧૦ (આર.યુ. રાંભિયા શાળા, સોનગઢ તા.શિહોર) દ્વિતીય ક્રમાંકે યશ પટેલ ધો.૯ (જ્ઞાનમંજરી અંગ્રેજી માધ્યમિક શાળા, ભાવનગર) તથા મંડલી આરતી ધો.૮ (મોડેલ શાળા, માનવડ, તા.પાલીતાણા, જી. ભાવનગર) તૃતીય ક્રમાંકે પસંદગી પામ્યા હતા.

જીલ્લા કક્ષાએ વિજેતા થયેલ પ્રથમ બે વિદ્યાર્થીઓ આગામી સમયમાં યોજાનાર રાજ્ય કક્ષાના સાયન્સ સેમિનારમાં ભાવનગર જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. વિજેતા વિદ્યાર્થીઓને કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગરના ચેરમેન શ્રી અને કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગરના પ્રમુખ શ્રી દ્વારા શુભેચ્છાઓ પાઠવામાં આવેલ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.