Western Times News

Gujarati News

ભાવનગર : પાલિકાએ છેલ્લા બે દિવસમાં રૂ.૧.૩૦ કરોડ કરવેરાના વસુલ્યા

ભાવનગર: ભાવનગર મહાનગર પાલિકાએ શનિ-રવિની રજાના છેલ્લા બે દિવસમાં મિલ્કત વેરો સ્વિકારવાનું શરૂ રાખતાં રજાના દિવસોમાં પણ કરદાતાઓએ રૂ.૧.૩૦ કરોડનો બાકી વેરો ભર્યો હતો. મનપાને મિલ્કતવેરાની સારી આવક થઇ હતી. ઘણા કરદાતાઓએ મિલ્કત વેરો ભરી રીબેટ યોજનાનો લાભ લીધો હતો. એપ્રિલ માસમાં મિલ્કત વેરો ભરનારને ૧૦ ટકા રીબેટ મળશે અને ઓનલાઈન પેમેન્ટ કરનારને વધુ ૨ ટકા રીબેટ મળશે. તેનો લાભ લીધો હતો. અત્યાર સુધીમાં મનપાને આશરે રૂ.૯.૨૮ કરોડની આવક થઈ હોવાનું જાણવા મળેલ છે.

આ ઉપરાંત ઓનલાઈન પેમેન્ટ પણ સ્વિકારવામાં આવ્યુ હતું. બે દિવસની રજામાં મહાપાલિકાને મિલ્કત વેરાની રૂ. ૧.૩૦ કરોડની આવક થઈ હતી. અને આશરે ૩૩૫૦ કરદાતાએ મિલ્કત વેરો ભર્યો હતો. ગત શનિવારે આશરે ૧૯૫૦ કરદાતાએ રૂ. ૮૦ લાખનો મિલ્કત વેરો ભર્યો હતો. જેમાં આશરે ૧૦૫૦ કરદાતાએ રૂ. ૪૨ લાખનો ઓનલાઈન વેરો ભર્યો હતો. જ્યારે આજે રવિવારે આશરે ૧૪૦૦ કરદાતાએ રૂ.૫૦ લાખનો વેરો ભર્યો હતો.

જેમાં ૭૫૦ કરદાતાએ રૂ. ૨૭ લાખનો ઓનલાઈન વેરો ભર્યો હતો. રજાના દિવસોમાં પણ વેરો ભરવા મનપાની કચેરીએ કતાર લાગી હતી. રીબેટ યોજનાનો કરદાતાઓ હાલ લાભ મેળવી રહ્યા છે. શહેરના બાકી કરદાતાઓને દર વર્ષની માફક ચાલુ વર્ષની આકર્ષક રીબેટ યોજનાનો તથા જુની કરપદ્ધતિમાં ચાર વર્ષની તથા વ્યાજ માફીની સ્કીમનો સત્વરે લાભ લઇ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તથા બંને ઝોનલ કચેરીઓ (પૂર્વ તથા પશ્ચિમ) ખાતેની કેશબારીઓએ અથવા મહાનગરપાલિકાની વેબસાઇટ પર વેરો ભરપાઇ કરવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં મનપાને આશરે રૂ.૯.૨૮ કરોડની આવક થઈ હોવાનુ જાણવા મળેલી છે.

ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેને ધીરુ ઘામેલીયાએ જણાવ્યું હતું કે એપ્રિલ મહિનામાં ૧૦ ટકા અને મે મહિનામાં ૫ ટકા સ્કીમ મૂકવામાં આવી છે. એપ્રિલ મહિનામાં જે લોકો એડવાન્સ ટેક્સપ્રેયર છે. તેને રિબેટનો લાભ મળવો જ જાેઈએ. જાહેર રજાના દિવસોમાં ખાસ કરીને જાે શનિ-રવિ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. શનિવારે ૮૦ લાખ રૂપિયા અને રવિવારે ૫૦ લાખ રૂપિયાનો વેરો લોકોએ ભર્યો હતો. અત્યાર સુધીમાં મહાનગરપાલિકાને કુલ ૯.૨૮ લાખની આવક થઈ ચૂકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.