ભાવનગર મંડળ દ્વારા કોરોના રોગચાળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે ઘણા નોંધપાત્ર પગલા લેવામાં આવ્યા : પ્રતીક ગોસ્વામી
ભાવનગર, હાલમાં, એક બાજું સમગ્ર વિશ્વ કોરોના રોગચાળાના વૈશ્વિક સંકટસાથે સંઘર્ષ કરી રહયો છે ત્યારે ભારતીય રેલ્વેએ આ સમયે મુસાફરોની સલામત મુસાફરી માટે અનેક પગલા લીધા છે. ભાવનગર મંડળના મંડલ રેલ્વે મેનેજર પ્રતીક ગોસ્વામીએ પ્રેસ સાથે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે રેલ્વેના ભાવનગર મંડળ દ્વારા પણ રેલ્વેના કર્મચારીઓ અને તેમના પરિવારો અને મુસાફરોની સુરક્ષા માટે પણ અનેક પગલા લેવામાં આવ્યા છે. મંડળના આરક્ષણ કચેરીઓમાં ટૂ વે સ્પીકર્સ લગાવવામાં આવ્યા છે. જેથી ફ્રન્ટલાઈન સ્ટાફ અને મુસાફરોને આ ચેપથી સુરક્ષિત રાખી શકાય છે. કર્મચારીઓને ફેસ શિલ્ડ, નિવારક કીટ જેવી કે માસ્ક, હેન્ડ ગ્લોવ્સ, સેનિટાઈઝર વગેરે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. તમામ રેલ્વે કર્મચારીઓને હોમિયોપેથીક દવાઓ વિતરણ કરવામાં આવી છે.
ગોસ્વામીએ જણાવ્યું કે લોકડાઉનમાં કુલીઓ, કોન્ટ્રાક મજૂર, બેઘર અને ઝૂંપડપટ્ટી વાળી વ્યક્તિઓ ને કોમર્સ વિભાગના અધિકારીઓ અને રેલ્વે કર્મચારીઓની નાણાકીય સહાયથી નાણાં એકત્ર કરીને જરૂરીયાતમંદ લોકોને રેશનિંગ કિટ્સ વહેંચવામાં આવી છે. આ દરમિયાન એનજીઓના સાથે મળીને સ્ટાફને કોરોનાથી સુરક્ષિત રાખીને એમના સહયોગથી જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમના કહેવા મુજબ, આ સમયગાળા દરમિયાન ૩૧ મજૂર વિશેષ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું, જેમાં, ૪૩,૬૦૨ મુસાફરોને તેમના ઘરો સુધી પહોંચવામાં મદદ મળી તથા મંડળને ૨.૮૬ કરોડની આવક પણ પ્રાપ્ત થઇ હતી. આમાંથી મોટાભાગની ટ્રેનો ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દોડાવવામાં આવી હતી.
આ નોંધપાત્ર સિધ્ધિ માટે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીનું પણ મંડલીય વહીવટને સ્મૃતિચિત્ર અને પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. મંડળના રેલ્વે જવાનોએ પણ આ સમયગાળા દરમિયાન મુસાફરોને દિલથી મદદ કરવા ઝુંબેશ ચલાવી હતી. પેસેન્જર ટ્રેનો બંધ હોવાના અવસર ના રૂપમાં સદુપયોગ કરીંને મંડળે સલામતી, ટ્રેક મેન્ટેનન્સ, સિગ્નલો અને અન્ય કાર્યો કર્યા છે જે ટ્રેન દોડતી વખતે થઈ શકતા નહોતા, બ્લોક લેવો પડ્યો હતો.