Western Times News

Gujarati News

ભાવનગર રેલ મંડળ પર “સ્વચ્છતા પખવાડા” મનાવવામા આવ્યું

ભાવનગર, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગર મંડળ પર 16 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર
15 દિવસનુ સ્વચ્છતા પખવાડા મનાવવામા આવ્યુ. મંડળના દરેક કાર્યાલય, સ્ટેશન અને યુનિટોના કર્મચારીઓ દ્વારા
સ્વચ્છતા શપથ લઇને પખવાડાનો પ્રારંભ કરવામા આવ્યો. દરેક દિવસે વિશેષ સફાઈ‚ રેલવે બોર્ડ દ્વારા પ્રાપ્ત દિશાનિર્દેશ
અને કોરોના મહામારી (COVID-19) ના નિર્દેશોનુ પાલન કરીને સ્વચ્છતા અભિયાન ચલાવામા આવ્યુ હતુ‚ જે મા
સ્વચ્છ સ્ટેશન પરિસર‚ આરોગ્ય વિભાગ, ડીપો / યાર્ડ / રોડ / રેલ્વે સ્કૂલ, રેલવે કોલોની / હોસ્પિટલ અને પ્રસાધનોની
વિશેષ સફાઈ કરવામા આવી. આ સ્વચ્છતા પખવાડામા “NO PLASTIC DAY” અને “સ્વચ્છતા પ્રતિયોગિતા” નુ પણ
આયોજન કરવામા આવ્યુ હતુ. બધા યુનિટોના કર્મચારીઓ, અધિકારીઓ અને સમાજ સેવકોંએ આ અભિયાનમાં ભાગ
લીધો હતો.

આ અનુસંધાનમા સાફ-સફાઈ કરવાની સફાઈ-મશીનરી, ટુલ્સ અને પ્લાન્ટ, સફાઈ કર્મચારીઓની સલામતી‚
ઉપકરણોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામા આવી. નાળાઓ ની સાફ-સફાઈ કરાવામા આવી. “સિંગલ યુઝ પ્લાસ્ટિક” નો
ઉપયોગ નહીં કરવામાટે સમજાવામા આવ્યુ. સોલર પાવરથી ચાલી રહેલ ઉપકરણો અને બોટલ ક્રશર મશીન જ્યા લગેલાછે
ત્યા તેની કાર્ય પ્રાણાલીની જાંચ કરવામા આવી. સ્ટેશન પર રહેલ વિદ્યુત ઉપકરણો (પંખા, ટ્યુબ લાઇટ, એસી, સાઇનેજ
બોર્ડ ઇત્યાદી) ની સફાઈ સુનિશ્ચિત કરવામા આવી. રેલ ગાડિયોં ની અંદરના શૌચાલયો અને રેકની સ્થિતિની તપાસ
કરવામાં આવી. સ્ટેશન યાર્ડની સાફ-સફાઈ કરવામા આવી. રેલવે ટ્રૈક ઉપર પડેલા કચરા ને હટાવીને ટ્રૈક ને સાફ કરવામા
આવ્યા.મચ્છરોને ભગાવા માટે દવાનો છિડકાવ કરવામા આવ્યો. રેલવે કોલોનીઓ, હોસ્પીટલો ઇત્યાદિમા વૃક્ષારોપણ‚
મોટા વૃક્ષોની છટાઈ ઇત્યાદી દ્વારા સુન્દર બનાવવામા આવ્યા. સ્વચ્છ પર્યાવરણ બનાવી રાખવા માટે રેલવે કોલોનીના
કર્મચારીઓ ને પ્રોત્સાહિત કરવામા આવ્યા.

વોટર ફિલ્ટર પ્લાન્ટ, જળ વિતરણના સ્રોતો, પેય જલ ના નળો, વોટર વેન્ડીંગ મશીનો, સ્ટેશનોના વોટર કૂલર્સ, ઓફિસો, રેલ્વે કોલોનીઓ, હસ્પિટલ, હેલ્થ યુનિટો અને શાળાઓમાં પાણીની ટાંકિયો વગેરે મા પાણીની ઉપલબ્ધતા સહિતની તમામ પ્રકારની સ્વચ્છતા ની ગહન તપાસ કરવામા આવી હતી. કર્મચારિયોંને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવામાટે સમજાવામા આવ્યા હતા. સ્વચ્છતા પખવાડાના અંતમા કુલ 2022 કિલોગ્રામ કચરાનો નાશ કરવામા આવ્યો. ભાવનગર મંડળના
વિવિધ સ્ટેશનો પર સ્વચ્છ વાતાવરણ માટે વૃક્ષારોહણ કરવામાં આવ્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.