ભાવનગર-હજીરા, ભાવનગર-મુંબઈ રો-રો ફેરી સર્વિસ શરૂ થશે
રાજકોટ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ભાવનગર-હજીરા અને ભાવનગર-મુંબઈ રુટ પર અત્યાધુનિક રો-રો ફેરી સર્વિસ ખૂબ જલ્દી શરૂ કરવામાં આવશે. આ સેવા હાલની ઘોઘા-હજીરા રો-રો ફેરી કરતાં બમણી સ્પીડ અને વધુ ક્ષમતા ધરાવતી હશે તેમ તેમણે કહ્યું હતું. મનસુખ માંડવિયા સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (સીઆઈપીઈટી)ના ૫૫મા પ્રોફેશલ ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ કરવા માટે ભાવનગરના મહેમાન બન્યા હતા.
‘મફતલાલ ગ્રુપ ભાવનગરમાં સીએનજી ટર્નિમનની સ્થાપના કરી રહ્યું છે અને અલંગ ખાતે રિસાયકલિંગ યાર્ડ બની રહ્યું છે.
આ માટે ભાવનગર-હજીરા અને ભાવનગર-મુંબઈ વચ્ચેની અત્યાધુનિક રો-રો ફેરી સર્વિસ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જે હાલની ફેરી સર્વિસ કરતાં બમણી સ્પીડ ધરાવતી હશે. રોપેક્સ ફેરી હજીરા બંદર પર આવી ચૂકી છે’, તેમ તેમણે જણાવ્યું હતું.
ભાવનગર-મહુલા કોસ્ટલ રોડના રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, આ સિવાય ભાવનગર અને ધોલેરા વચ્ચે સિક્સ લેન રોડ બની રહ્યો છે, તેમ જણાવતાં મનમુખ માંડવિયાએ ભાવનગરના ૩૦૦ વર્ષ પૂરા થતાં યાદગાર ઉજવણી કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. આ હાઈવે પર મોટા-મોટા ખાડા પડી ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ભાવનગરમાં કન્ટેનર બનાવવાની સુવિધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, તેમ માંડવિયાએ જણાવ્યું હતું.
જણાવી દઈએ કે, હાલ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ કાર્યરત છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૭માં તેમનો ડ્રીમ પ્રોજેક્ટ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસને ખુલ્લો મૂક્યો હતો. જેના ઘણા મહિના બાદ સર્વિસ શરૂ કરવામાં આવી હતી. કેટલાક કારણોસર સપ્ટેમ્બર, ૨૦૧૯માં રો-રો ફેરી સર્વિસ અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી હતી. ભાવનગરથી ભરૂચનું અંતર આમ તો ૩૧૦ કિમી થાય છે પરંતુ ફેરી સર્વિસના કારણે તે ૩૧ કિમી થઈ જાય છે. ૬૧૫ કરોડ રૂપિયાના ખર્ચે યોજના શરૂ કરવામાં આવી હતી.ss3kp