ભાવિના પટેલને ક્લાસ-૧ અધિકારીની પોસ્ટ અપાશે
ગાંધીનગર, ભારત માટે સિલ્વર મેડલ લાવનાર મહેસાણાના ભાવિના પટેલે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જેથી સરકાર પણ ખોલબે ભરીને ભાવિના પટેલ પર ભેટોની લ્હાણી કરી રહી છે. ત્યારે ગુજરાત સરકારે વધુ એક જાહેરાત કરી છે. પેરા ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલને રાજ્ય સરકાર વધુ એક ભેટ આપશે. ટોકિયો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલને બિન સંવેદનશીલ જગ્યાએ ક્લાસ વન અધિકારી તરીકે નિમણૂંક અપાશે.
રાજ્ય સરકાર દ્વારા ભાવિના પટેલને વર્ગ ૧ ની સરકારી અધિકારી તરીકેની નિમણૂંક આપવામાં આવશે. જાે કે આ પહેલા ભાવિના પટેલ સાથે વાતચીત કરી નિમણૂંક અપાશે. રાજ્ય સરકાર ના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓને બિન સંવેદનશીલ જગ્યા પર નિમણૂંક અપાશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ભાવિનાને ૩ કરોડની રાશિ આપવાની પણ જાહેરાત કરાઈ છે.
રાજ્યના ખેલ મંત્રી ઈશ્વર પટેલે આ જાહેરાત કરતા કહ્યું હતું કે, ગુજરાતનું ગૌરવ વધાવનાર દીકરી ભાવિના પટેલને રાજ્ય સરકાર સન્માનિત કરશે. ગુજરાત સરકાર ભાવિના પટેલે સિલ્વર મેડલ જીતતા ૩ કરોડની રાશિ આપશે. ગુજરાતની દીકરીએ દેશનું નામ રોશન કર્યું છે. ટોક્યોમાં પેરાલિમ્પિક્સમાં ગુજરાતી ખેલાડીએ દેશનો ડંકો વગાડ્યો છે. ટોક્યો પેરાઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ મળ્યો છે. પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસમાં ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો છે.
ફાઈનલમાં હાર છતાં ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો છે. આ સાથે જ પ્રધાનમંત્રી મોદીએ પણ ભાવિના પટેલને શુભચ્છા આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે, સિલ્વર મેડલ માટે અભિનંદન તમારી જીવનયાત્રા પ્રેરક છે અને તે વધુ યુવાનોને રમતગમત તરફ ખેંચશે.SSS