સેટેલાઈટ વિસ્તારમાં ભાવ નિર્ઝર રોડ પર આડેધડ વાહનો પાર્ક કરતા લોકો
સુંદરવન એ.એમ.ટી.એસ.ના બસ સ્ટેન્ડ પાસે ગાડીઓ પાર્ક કરાય છેઃ ટ્રાફિક પોલીસ-ટોઈંગવાળા છે ક્યાં??
શું તમામ કાયદાઓ સામાન્ય લોકો માટે જ બનેલા છે?? મોટા-માલેતુજાર માથાઓ સામે કાર્યવાહી કરતા ટ્રાફિક વિભાગ કેમ અચકાય છે??!
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, અમદાવાદમાં માલેતુજાર- તથા શિક્ષિત વર્ગ મોટેભાગે ટ્રાફિકના નિયમોનંુ ભંગ કરતા નજરે પડતા હોય છે. એમાંય ખાસ કરીને મોંઘીદાટ ગાડીઓ લઈને ફરતા નબીરાઓ તો જાણે કે ટ્રાફિકના નિયમોની ઐસીતસી કરતા જાેવા મળતા હોય છે.
તેમાં પણ ચારરસ્તા પર બફામ ગાડી-બાઈક ચલાવતા યુવાનો વિશેષ જાેવા મળતા હોય છે. ટ્રાફિક પોલીસ આવા નબીરાઓને પકડી દંડ ફટકારતા જાણે કે ખચકાય છે. જે સીધે રસ્તે જતા હોય તે દંડાઈ જાય છે. આવુ પણ બનતુ હોય છે. ટ્રાફિકની બાબતમાં જાે કોઈ ભેદભાવ નહીં રાખીને સૌને સરખો ન્યાય કરાશે તો જ પરિસ્થિતિમાં સુધારો થઈ શકે છે. અમદાવાદનો સૌથી સુંદર અને સરસ રસ્તો ભાવનિર્ઝર તરફ જતો છે.
આ રસ્તા પરથી અનેક વાહનો પસાર થાય છે. અહીંયા સુંદરવન, તથા ઈસરો કેન્દ્ર આવેલું છે. પરંતુ આ જ માર્ગ ઉપર જતા જાેવા મળશે કે અમુક જગ્યાપર રસ્તા પર ગાડીઓ પાર્ક કરેલી હોય છે. સુંદરવનનું એએમટીએસ બસ સ્ટેન્ડ ગાડીઓના પાર્કિંગના કારણે નજરે પડતુ જ નથી. ભાવનિર્ઝર તરફ જતા માર્ગે જાણીતો શો રૂમ આવેલો છે.
તેની બાજુમાં એક કેફે હાઉસની બહાર ગાડીઓ પડેલી હોય છે. અને તે પણ જાહેર રસ્તાઓ પર જાેવા મળે છે. અહિંયાથી પસાર થતાં જાગૃત નાગરીકોના જણાવ્યા અનુસાર ગાડીઓ રસ્તા પર હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. ન તો ટોઈંગવાળા ગાડીને લઈ જાય છે કે ન તો ટ્રાફિક પોલીસ દંડનાત્મક કાર્યવાહી કરે છે. સુંદરવન બસસ્ટેન્ડ તો પાર્કિંગની પાછળ દબાઈ જાય છે.
આગળ જતા એક ગલી આવે છે. આ ગલીમાંથી આવતા વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ દંડ ફટકારે છે. જાે કે કાયદાનું ઉલ્લંઘન કરતા હોય તેની સામે કાર્યવાહી યોગ્ય છે તો પછી જાહેર માર્ગ ઉપર મોંઘીદાટ ગાડીઓ પાર્ક કરીને જતા રહેતા માલેતુજારો સામે કેમ કાર્યવાહી થઈ શકતી નથી!?
આમ તો ટોઈંગવાળા રસ્તા પર પડેલા ટુ વ્હીલરો-સ્કુટરો વાહનોને લોક મારે છે તો આ સ્થળ પર જાહેરમાર્ગ પર પડેલા વાહનોને લોક કરતા કેમ અચકાય છે. સામાન્ય નાગરીકોને આ પ્રશ્ન સતાવી રહ્યો છે. શંુ તમામ કાયદાઓ માત્રને માત્ર સામાન્ય નાગરીકોને જ માટેે છે??!
મોટા માલેતુજાર માથાઓ સામે કાર્યવાહી કરતા ટ્રાફિક પોલીસ કેમ ખચકાય છે?? આ તમામ પ્રશ્નો ત્યાંથી આવનજાવન કરતા નાગરીકોના મનમાં ઉઠીર હ્યા છે. ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ટ્રાફિક વિભાગે વ્હાલાદવલાની નીતિ કે નાના-મોટા માથા વચ્ચેનો ભેદભાવ ભૂલવો જ પડશે. તો જ આગામી દિવસોમાં ટ્રાફિક સમસ્યાનંુ નિવારણ આવી શકશે એવું કહેવામાં અતિશયોક્તિભર્યુ નથી.