ભિલોડાના કુંડોલ(પાલ) જમીન વિવાદમાં યુવકની હત્યા કરનાર ૬ આરોપીઓની ધરપકડ
ભિલોડા :ભિલોડા તાલુકાના કુંડોલ(પાલ) ગામે સોમવારે રાત્રીના સુમારે ખેલાયેલા ખૂની ખેલ માં જમીનના સેઢા પરથી પસાર થવા જેવી સામાન્ય બાબતમાં સેઢા પાડોશી પરિવારના સભ્યો એવા ૪ શખ્શો અને બે મહિલાઓએ યુવકની હત્યા કરી નાખતા ભારે ચકચાર મચી હતી હત્યાના બનાવના પગલે ભિલોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી ૬ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભિલોડા પીઆઈ મનીષ વસાવા અને તેમની ટીમે હત્યાના બનાવની ઘટના પોલીસ ચોપડે નોંધાયાના ૨૪ કલાકમાં હત્યામાં સંડોવાયેલા ૩ શખ્શો,૨ મહિલા અને એક સગીર આરોપીની કુંડોલ(પાલ) ગામેથી ઝડપી પાડી રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી
સોમવારે રાત્રીએ ખેતી કરી પિતા સાથે રહેતા ૨૨ વર્ષીય નવીન રમેશભાઈ તરારની જમીનના શેઢાના વિવાદમાં પાડોશી મુકેશભાઇ ધીરૂભાઇ ડામોર ( ૨ ) પ્રિન્કલ કિરીટભાઇ ડામોર ( ૩ ) ટીંકલ કિરીટભાઇ ડામોર ( ૪) સંગીતાબેન મુકેશભાઇ ડામોર ( ૫ ) આશાબેન કિરીટભાઇ ડામોર અને અન્ય એક સગીરે એક સંપ થઈ લાકડી અને મારક હથિયાર વડે ઘા ઝીંકી આટલેથી ન અટકતા યુવકને કુવામાં નાખી દઈ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી ભિલોડા પોલીસે ૩ શખ્શો , ૨ મહિલા અને હત્યામાં સંડોવાયેલ સગીર વિરુદ્ધ ઇપીકો કલમ-૩૨૩,૩૦૨,૫૦૪,૫૦૬(૨),૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ તથા જીપી એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી ફરાર હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા ભિલોડા પોલીસે હત્યાના આરોપીઓ ભાગી જાય તે પહેલા તમામ આરોપીઓને ઘરની આજુબાજુથી દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા