Western Times News

Gujarati News

ભિલોડાના કોનસ્ટેબલ ચૂંટણી બંદોબસ્તમાં ગેરહાજર રહેતા સસ્પેન્ડ કરાયા

અરવલ્લી જીલ્લામાં સ્વચ્છ છબી ધરાવતા પોલીસવડા સંજય ખરાતના આગમન પછી જીલ્લા પોલીસતંત્ર વાઇબ્રન્ટ બન્યું છે જીલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન મથક પર મતદારો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીને ઝીંઝુડી મતદાન મથક પર ફરજ સોંપવામાં આવી હતી ત્યારે પોલીસકર્મી ફરજમાં બેદરકારી દાખવી મતદાન મથક પર હાજર ન હોવાનું પેટ્રોલિંગમાં નીકળેલ પીઆઈ પરમારના ધ્યાને આવતા ચોકી ઉઠ્યા હતા.

જે અંગે જીલ્લા એસપી સંજય ખરાતને રીપોર્ટ કરતા ચૂંટણી જેવી અગત્યની કામગીરીમાં બેદરકારી દાખવનાર પોલીસકર્મીને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દીધો હતો એસપીના આદેશના પગલે જીલ્લા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે

ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો શૈલેશ માવજી નામના પોલીસકર્મીને ચૂંટણી દરમિયાન સોંપવામાં આવેલી ફરજમાં બેદરકારી દાખવવી ભારે પડી હતી અને સસ્પેન્ડ કરવાનો વારો આવ્યો હતો ભિલોડા પોલીસ કોન્સટેબલ શૈલેષ માવજીને ઝીંઝુડી મતદાન મથક પર ફરજ સોંપવામાં આવી હતી.

ત્યારે નીષ્ઠાપુર્વક ફરજ બજાવવાના બદલે હોમગાર્ડ જવાનના ભરોશે મતદાન મથક છોડી ક્યાંક  જતો રહ્યો હતો ત્યારે જીલ્લામાં ચૂંટણી બંદોબસ્ત પેટ્રોલીંગમાં નીકળેલ પ્રોબેશ્નલ પીઆઈ પરમાર ઝીંઝુડી મતદાન મથક પર પહોંચ્યા હતા અને સ્થળ પર ફરજ બજાવતો પોલીસ કોન્સટેબલ હાજર ન હોવાથી પોલીસકર્મીની ગંભીર બેદરકારી સામે આવતા ચોંકી ઉઠ્યા હતા,

અને આ અંગે જીલ્લા પોલીસવડા સંજય ખરાતને રીપોર્ટ કરતા એસપીએ તાત્કાલીક અસર થી સસ્પેન્ડ કરી દીધો હતો અને જીલ્લા પોલીસવડાની શખ્ત કાર્યવાહી થી પોલીસતંત્રમાં ફફડાટ ફેલાયો હતો

ભિલોડા પોલીસ સ્ટેશનમાં થોડા દિવસો બુટલેગર સાથે ભાઈબંધી રાખનાર જીજ્ઞેશ બચુભાઈ અને એએસઆઈ શંકરભાઇ બચુભાઈને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરી દીધા હોવાની ઘટનાની શાહી સુકાઈ નથી.

ત્યારે અન્ય એક પોલીસ કોન્સટેબલ શૈલેષ માવજીએ   ફરજમાં બેદરકારી દાખવતા સસ્પેન્ડ કરી દેતા ભિલોડા પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓમાં હલબલી મચી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.