વૃદ્ધા ડાકણ હોવાનો વ્હેમ રાખી ભત્રીજા અને પરિવારે હુમલો કરતાં વૃદ્ધ દંપતી ઈજાગ્રસ્ત
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ૨૧ સદીનાં વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં મંગળ પર જીવનની શોધ કરતા માનવ, ભૂત-પ્રેત અને ડાકણના વહેમમાં પરિવારને છિન્ન ભિન્ન કરી નાંખતા બનાવ બને ત્યારે વિચિત્ર લોક માન્યતાઓ સ્હેજેય સમાજમાં ઘર કરી ગયેલી હોવાની અનુભૂતિ થયા વગર રહેતી નથી.
વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી epaper pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
આવીજ એક ઘટના અરવલ્લી જીલ્લામાં બની હતી ભિલોડા તાલુકાના જેતપુર ગામે રહેતા વૃદ્ધ પતિ-પત્ની પર તેના સગ્ગા ભત્રીજા અને તેના પરિવારજનોએ હુમલો કરતા વૃદ્ધ દંપતી ઈજાગ્રસ્ત થયું હતું તેમજ વૃદ્ધાને જાનથી મારી નાખવાની ધમકી આપતા વૃદ્ધ દંપતી ફફડી ઉઠ્યું હતું આ અંગે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ભિલોડા પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
ભિલોડાના જેતપુર ગામે રહેતા કકવાજી નાથાજી ગામેતી અને તેમના પત્ની ખેતીકામ કરી જીવનનિર્વાહ ચલાવી રહ્યા છે તેમની નજીક રહેતો તેમનો ભત્રીજો ચિરાગ તુલસીભાઇ ગામેતી તેની વૃદ્ધ કાકી ડાકણ હોવાનો અને તેના છોકરાઓને હેરાન કરે છે તેવો વ્હેમ રાખી લાકડી લઈ કકવાજી ના ઘરે લાકડી લઈ મારવા પહોંચતા કકવાજી ગામેતી ઘર બહાર આવતા ચિરાગ લાકડી લઈ કકવાજી પર તૂટી પડ્યો હતો
તેનું ઉપરાણું લઈ શારદાબેન કાનજીભાઈ ગામેતી અને કાનજીભાઈ નાથજી ગામેતી કકવાજી પર લાકડી અને ગડદા પાટુનો મારમારતા તેમની પત્ની ઘરમાંથી બહાર દોડી આવી વચ્ચે પડી મારમારતા બચાવી લેવામાં સફળ રહ્યા હતા અને ત્રણે આરોપીઓ જતાજતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી લાકડી અને ગડદાપાટુનો ભોગ બનેલ કકવાજીને ઈજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા