ભિલોડાના ભેટાલી ગામના સ્મશાન નજીક ત્યજી દેવાયેલું મૃત બાળક મળ્યું
(પ્રતિનિધિ) ભિલોડા, માનવજાત સંતાન પ્રાપ્તિ માટે પથ્થર એટલા દેવ સામે માથા ટકતી હોય છે તેમાંય મહિલાને સૌથી વધુ ખુશી એની જિંદગીમાં જયારે માતૃત્વ ધારણ કરે છે ત્યારે મળતી હોય છે કેટલાક નિષ્ઠુર માતા-પિતા તેમના બાળકોને ત્યજી દેતા હોવાની ઘટનાઓ પણ બનતી હોય છે અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ભેટાલી ગામની સીમમાંથી ત્યજી દેવાયેલ મૃત બાળકી મળી આવતા ચકચાર મચી હતી. મૃત બાળકીને તરછોડનાર સામે લોકોએ ફિટકાર વરસાવી હતી કોઈ અત્યાચારનો ભોગ બની હશે નવજાત શિશુની માતા કે પછી અનૈતિક સંબંધો જવાબદાર કે યુવાનીના રંગમાં ભાન ભૂલી હસી કે..કારમી મોંઘવારીમાં જીવનનિર્વાહ ચલાવવાની ચિંતા જેવી તરહ તરહ ની ચર્ચાઓ ના વમળો પેદા થયા હતા. “બેટી બચાવો બેટી પઢાવો” અભિયાનના ધજાગરા ઉડાડતો ભિલોડા તાલુકાના ભેટાલી અને જેશીંગ પૂર ગામની સીમમાં આવેલા સ્મશાન પાસેથી ત્યજી દેવાયેલી મૃત બાળકીનો મૃતદેહ પડ્યો હોવાની નજીકમાં આવેલા ખેતર મલિકને ધ્યાને આવતા મૃતક બાળકીનો મૃતદેહ પડ્યો હોવાની વાત વાયુ વેગે ગામમાં પ્રસરતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ખેતર માલિકે ભિલોડા પોલીસને જાણ કરતા ભિલોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક બાળકીની લાશને પીએમ માટે ખસેડી બાળકીને મૃત હાલતમાં છોડી દેનાર પરિવારજનોની શોધખોળ હાથધરી હતી.*