ભિલોડાના માંકરોડા ગામે ઘર આગળ ખુલ્લામાં જુગારધામ ધમધમતું હતું
પોલીસે ત્રાટકી ૫ શકુનિઓને ૧.૨૬ લાખના મુદ્દામાલ સાથે દબોચ્યા
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: અરવલ્લી જીલ્લામાં શ્રાવણ મહિનામાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ જુગારની બદી ફૂલીફાલે છે શકુનિઓ પોલીસ પકડથી બચવા ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા જુગારધામમાં ધામા નાખતા હોય છે ત્યારે ભિલોડાને અડીને આવેલા માંકરોડા ગામે રાજેશ જીવાભાઈ ખરાડી નામનો શખ્શ ઘર આગળ જુગાર રમાડતો હોવાથી આજુબાજુથી શકુનિઓ જુગાર રમવા પહોંચતા હોવાની બાતમી ભિલોડા પીએસઆઈ કે.કે રાજપૂતને મળતા માંકરોડા ગામે ત્રાટકી ૫ શકુનિઓને ૧.૨૬ લાખના મુદ્દામાલ સાથે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
ભિલોડા પોલીસે માંકરોડા ગામે રાજેશ જીવાભાઈ ખરાડીના ઘર બહાર ખુલ્લી જગ્યામાં ૫ શકુનિઓ હારજીત પાનાંનો જુગાર માંડીને બેઠા હતા ભિલોડા પોલીસ ત્રાટકતા ખેલીઓના ખેલમાં ભંગ પડ્યો હતો ગોળ કુંડારુ વળી જુગાર રમતા ૧ ) વિનોદભાઇ સોમાભાઇ સુથાર રહે.ધોલવાણી , ૨ ) યશકુમાર રાજુભાઇ જોષી રહે.પીપળાફળી ભીલોડા,૩ )રાહુલકુમાર ઉર્ફે રોનીક શીવાભાઇ પટેલ રહે.સાઇમંદીર પાસે કુમકુમ સોસાયટી મોડાસા,
૪ ) શૈલેષકુમાર ઉર્ફે પીન્યુ કાન્તીભાઇ વાળંદ રહે.ધોલવાણી, ( ૫ રાજેશભાઇ જીવાભાઇ નિનામાને ઝડપી પાડી શકુનિઓ પાસેથી રોકડ રકમ રૂ .૪૦,૪૦૦ / -તેમજ મોબાઈલ નંગ -૩ કી.રૂ .૨૬,૦૦૦ / -તથા પલ્સર મોટર સાયકલ તથા સ્પેન્ડર મોટરસાયકલની કી.રૂ .૬૦,૦૦૦ / -મળી કુલ કી.રૂ .૧,૨૬,૪૦૦ / -ના મુદામાલ સહીત ૫ જુગારીઓને ઝડપી પાડી જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.