ભિલોડાના રામપુરી ગામના આર્મી જવાનનું ટુંકી માંદગી બાદ અવસાન
ગાર્ડ ઓફ ઓનર આપી માદરે વતનમાં અંતિમ સંસ્કાર કરાયા
(તસ્વીરઃ જીત ત્રિવેદી, ભિલોડા) અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં આવેલ ખોબા જેવડા રામપુરી ગામના આર્મી જવાનનું ટુંકી માંદગી બાદ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.
આર્મી જવાનના માદરે વતન રામપુરી ગામમાં આર્મી જવાનનો મૃતદેહ લવાયો હતો.પરીવારજનો, સગાં-સબંધી અને ગ્રામજનો આર્મી જવાનના અંતિમ સંસ્કાર વિધિમાં મોટી સંખ્યામાં જાેડાયા હતા.
અરવલ્લી જીલ્લા પંચાયત સદસ્ય, સામાજિક આગેવાન સુભાષભાઈ તબીયાર સહિત ગ્રામજનોએ જણાવ્યું હતું કે, રામપુરી ગામના ૪૪ વર્ષીય અસારી દિનેશભાઈ બહેચરભાઈ , આર્મીમાં (આર્મી સપ્લાય ડિપાર્ટમેન્ટ) હવાલદારની પોસ્ટ પર પંજાબ રાજ્યના પઠાણકોટ વિસ્તારમાં માં ભોમની રક્ષા કરવા માટે છેલ્લા ધણા વર્ષોથી ફરજ બજાવતા હતા.
તાજેતરમાં માદરે વતનમાં રજા પર ધરે આવ્યા હતા પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે આર્મી જવાનનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેઓનું ટુંકી માંદગી બાદ અવસાન થયેલ હોય આર્મી જવાનનું આર્મીના પ્રોટોકોલ મુજબ ગાર્ડ ઓફ ઓનર આપી, સાથે – સાથે સામાજીક રીતી – રીવાજાે મુજબ અંતિમ સંસ્કાર વિધિ કરાઈ હતી.
રામપુરી,ટોરડા ગામ સહિત આજુ – બાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગમગીની છવાઈ ગઈ હતી. આર્મી જવાનના માતા – પિતા, પત્ની, બે – પુત્રી અને એક – પુત્રએ ભારે હૈયે વિલાપ કરતા ચોંધાર આંસુએ હૈયાફાટ રૂદન કરતા જાેઈને ઉપસ્થિત સગાં – સંબંધીઓ , ગ્રામજનો સહિત સૌ-કોઈની આંખોમાંથી આંસુ વહેતા થયા હતા.