ભિલોડાના હેન્ડ ગ્રેનેડ ચાઈના કે પાકિસ્તાન બનાવટનો હોવાની શક્યતા
(પ્રતિનિધિ) ભિલોડા ભિલોડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લા ગામે થોડા દિવસો અગાઉ થયેલા ભેદી બ્લાસ્ટમાં એફ.એસ.એલ અને પોલીસ તપાસમાં લશ્કરમાં ઉપયોગમાં લેવાતો હેન્ડ ગ્રેનેડ હોવાનું બહાર આવ્યું હતું.જીલ્લા પોલીસ તંત્ર સહીત એન્ટી-ટેરીરિસ્ટ સ્ક્વોડની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
સેન્ટ્રલ આઈબી ની ટીમ,અમદાવાદ એ.ટી.એસ ટીમ સહીત જીલ્લા પોલીસ તંત્રની વિવિધ ટિમોએ મૃતક યુવકના પરિવારજનો, સગા-સબંધી સહીત આજુ-બાજુના વિસ્તારના લોકોની સઘન પૂછપરછ હાથ ધરી હતી.
હાલ પોલીસ તંત્ર અને વિવિધ એજન્સીઓ હેન્ડ ગ્રેનેડ ક્યાંથી આવ્યો તેની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે ત્યારે શાહીબાગ આર્મી ખાતે હેન્ડ ગ્રેનેડના ફોટો મોકલ્યા પછી હેન્ડ ગ્રેનેડ ભારતીય બનાવટનો ન હોવાનું સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા ભારે હડકંપ મચ્યો છે હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટમાં યુવક અને તેની દોઢ વર્ષીય પુત્રી મોતને ભેટી હતી.
https://westerntimesnews.in/news/144218
આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહીતી અનુસાર, અરવલ્લીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ગ્રેનેડ બ્લાસ્ટ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે હેન્ડ ગ્રેનેડ લશ્કરમાં વપરાતો હોવાથી હેન્ડ ગ્રેનેડના ફોટા અમદાવાદ શાહીબાગમાં આવેલ આર્મી કેમ્પમાં મોકલી આપ્યા પછી હેન્ડ ગ્રેનેડ ભારતમાં નહિ બન્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.
હેન્ડ ગ્રેનેડ ચાઈના કે પાકિસ્તાનની બનાવટનો હોવાની શક્યતા હોવાનું બહાર આવ્યું છે ત્યારે શામળાજી ગોઢફુલ્લા બ્લાસ્ટનું કનેક્શન સરહદ પાર સાથે જાેડાયેલ હોવાની શક્યતા પ્રબળ બની છે ત્યારે ચાઈના કે પાકિસ્તાન બોર્ડર પરથી ગ્રેનેડ અહીં પહોંચ્યો કેવી રીતે તે મોટો પ્રશ્ન ઉપસ્થીત થયો છે જાે કે હેન્ડ ગ્રેનેડ મામલે પોલીસ એજન્સી ફોરેન્સિક રિપોર્ટની રાહ જાેઈ રહી છે.*