ભિલોડાની દીકરીનું અમદાવાદ જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતા સન્માન કરાયું
(તસ્વીરઃ જીત ત્રિવેદી, ભિલોડા) ર્ડા.સર્વોપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન ૫મી સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિત્તે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લામાં અને રાજ્યકક્ષાએ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકેના એવોર્ડ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એનાયત કરવામાં આવી રહ્યા છે.
ત્યારે અમદાવાદ જિલ્લાના નિકોલ વિસ્તારમાં આવેલી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમદાવાદ જિલ્લાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ અરવલ્લી જિલ્લાના ભિલોડાના વૈદેહીબેન હસમુખલાલ સોનીને અમદાવાદના પૂર્વ સાંસદ હસમુખભાઈ પટેલ,જીલ્લા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ધીરેન્દ્રતોમરના હસ્તે એવોર્ડ એનાયત કરી
તેમનો ચેક, તામ્રપત્ર,સન્માનપત્ર અને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.વૈદેહીબેન સોનીની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરાતા સાબરકાંઠા શ્રીમાળી સોની સમાજ દ્વારા બિરદાવ્યા હતા.