ભિલોડામાં ધોળા દિવસે મહિલાના ગળામાંથી સોનાની ચેઈન ખેંચાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/06/advt-WT-Gray-Logo1.jpg)
(પ્રતિનિધિ ધ્વારા) ભિલોડા, અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે હાર્દસમા લાટી બજાર સામેથી મહિલાના ગળામાંથી સોનાની ચેઈન ખેંચી અજાણ્યો બાઈક સવાર પલભરમાં પલાયન થઈ ગયો હતો.મહિલાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.મોંધરી ગામમાં આશા ફેસીલીટર તરીકે ફરજ બજાવતા વર્ષાબેન દિનકરભાઈ પંચાલના ગળામાંથી અંદાજીત રૂ.૪૦,૦૦૦/- ની સોનાની ચેઈન ખેંચી અજાણ્યો બજાજ પલ્સર બાઈક સવાર પલાયન થઈ ગયો હતો.મહિલાના ગળામાંથી સોનાની ચેઈન ખેચ્યા બાદ ચેઈન ખેંચનાર ઈસમ એક તરફ પુરપાટ ઝડપે બાઈક હંકારતા હંકારતા બીજી તરફ સોનાનો દોરો ભરબજારમાં તેની આંગણી ઉપર ગોળ ગોળ ફેરવી હરખે હરખે રફુચક્કર થઈ ગયો હતો.પોલીસએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.*