Western Times News

Gujarati News

ભિલોડામાં ધોળેદહાડે લૂંટારુએ બે મકાનમાં ધાપ મારી ૩૫ હજારની લૂંટ કરી

 
ભિલોડા : ભિલોડામાં ખાખીનો ખોફ ગાયબ : ધોળેદહાડે લૂંટારુએ બે મકાનમાં ધાપ મારી ૩૫ હજારની લૂંટ કરી : રાત્રે લોકોના ટોળેટોળા પોલીસ સ્ટેશને પહોંચ્યા 
અરવલ્લી જીલ્લામાં ચોર,લૂંટારુ અને ઘરફોડિયા ગેંગ અને અસામાજિક તત્વો થી લોકો તોબા પોકારી ઉઠ્યા છે ભિલોડા નગરમાં નિવૃત એલઆઈસી કર્મચારીના ઘરમાં ૧૦ લાખની લૂંટની ઘટનાની ગુથ્થી ઉકેલવામાં ફિફા ખાંડી રહી છે ત્યારે ધોળા દિવસે એક લબરમૂછિયો તસ્કર નગરની ઉમિયા નગર અને માણેકબા સોસાયટીમાં બિન્દાસ્ત ત્રાટકી ૨૫ હજાર થી વધુના મુદ્દામાલ ની ચોરી કરી રફુચક્કર થતા નગરજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ભિલોડા પોલીસ સ્ટેશનમાં ઉમટ્યા હતા અને પેટ્રોલિંગ વધારવા અને તસ્કર ટોળકીને નાથવા ઉગ્ર રજુઆત કરી હતી.
તસ્કર સોસાયટીમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થતા સીસીટીવી ફૂટેજ વિડીયો પણ ભિલોડા પોલીસને આપ્યા હતા ભિલોડા પોલીસે પ્રાથમિક તપાસ કરી  કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અરવલ્લી જીલ્લા પોલીસતંત્રની નિષ્ફળ કામગીરીના પગલે ચોર, લૂંટારુ , ઘરફોડિયા ગેંગ અને ચેઇનસ્નેચરોએ પડાવ નાખ્યો હોય તેમ સતત ચોરી,લૂંટ અને ચેઇનસ્નેચીંગની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે  ચોર-લૂંટારુઓ અને તસ્કરો ખાખી વર્દીને ખુલ્લેઆમ પડકાર આપી રહી છે બીજીબાજુ જીલ્લા પોલીસતંત્ર ફરિયાદ નોંધી સંતોષ માની રહી હોય
તેવું જીલ્લાવાસીઓ અહેસાસ અનુભવી રહ્યા છે જીલ્લામાં અવાર-નવાર બનતી ચોરી-લૂંટની ઘટનાઓ ઉકેલવામાં પોલીસતંત્ર મોટેભાગે નિષ્ફળ રહેતા લૂંટ,ચોરી અને ચેઇનસ્નેચીંગની ઘટનાનો ભોગ બનેલ પ્રજાજનો ફરિયાદ કરવાનું પણ ટાળી રહ્યા છે

મંગળવારે બપોરના સુમારે ભિલોડાની બે રહેણાંક સોસાયટીમાં ૨૦ થી ૨૨ વર્ષની ઉંમરનો તસ્કર બિન્દાસ્ત ત્રાટકી બે  ખુલ્લા મકાનને નિશાન બનાવી ત્રણ મોબાઈલ એક ટેબ્લેટ અને ૨૫ હજાર રોકડા રૂપિયાની ચોરી કરી રફુચક્કર થઇ જતા લોકોમાં ધોળેદહાડે રહેણાંક વિસ્તારમાં ચોરીની ઘટનાથી ફફડાટ ફેલાયો છે

ઉમિયાનગર સોસાયટીમાં ર્ડો.બાબુભાઇ પટેલના ઘરનો દરવાજો ખુલ્લો હોવાથી ઘરમાં પ્રવેશી મોબાઈલ અને ટેબ્લેટ કીં.રૂ.૫૦૦૦/- ઉઠાવી અન્ય સોસાયટીમાં ખુલ્લા રહેલા મકાનો શોધતો શોધતો ઉમિયાનગર સોસાયટીમાં પહોંચી યોગેશભાઈ પટેલના ઘરે પહોંચી ટેબલમાં રાખેલા રોકડા રૂપિયા ૨૫૦૦૦/- તથા મોબાઈલ-૧ કીં.રૂ.૫૦૦૦/- મળી બંને મકાનમાંથી કુલ.રૂ.૩૫૦૦૦/- ની ચોરી કરી અન્ય હર્ષદ સોનીના મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરી ફરાર થઈ જતા લોકોમાં રોષ ફેલાયો હતો

ભિલોડા પોલીસ સ્ટેશને મોટી સંખ્યામાં બંને સોસાયટીના રહીશો પહોંચી ઉગ્ર રજુઆત કરી ચોર,લૂંટારુ ગેંગને ઝડપી પાડવા ઉગ્ર માંગ કરી હતી ભિલોડા પોલીસે બાબુભાઇ પટેલની ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ઇપીકો કલમ- ૩૭૯,૪૫૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.