ભિલોડામાં ફાળો ઉઘરાવવાના બહાને નજર ચુકવી રોકડ, મોબાઈલ ચોરી કરતો ઈસમ પોલીસે ઝડપ્યો
(પ્રતિનિધિ)ભિલોડા, ભિલોડામાં હાર્દસમા રેસીડેન્ટ વિસ્તારમાં શ્રી ઉમિયાનગર સોસાયટી અને માણેકબા સોસાયટીમાં અલગ-અલગ ઘરોમાં માતાજીના નામની પાવતી બનાવી ફાળો ઉઘરાવવાના બહાને ગઠીયો લોકોની નજર ચુકવી રોકડ રકમ,મોબાઈલ ચોરી કરતો ઈસમ ચિઠોડા પોલીસ ધ્વારા પાલ ચેકપોસ્ટ પાસેથી ઝડપાયો હતો.પોલીસએ આરોપીને ઝડપી ધારા ધોરણ મુજબની કાર્યવાહી હાથ ધરી છે.ભિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો ચોરીના ગુનાનો નાસતો ફરતો આરોપી ખુબ જ ટુંકા ગાળામાં પોલીસ ધ્વારા ઝડપાયો હતો.
જુદી-જુદી કંપનીના મોબાઈલ ફોન નંગ-૮,ટેબલેટ નંગ-૧ અને રોકડ રકમ રૂ.૬૦૦૦/- કુલ મુદ્દામાલ રૂ.ર૦,૪૦૦/- સહિત ચોર ઈસમ રમેશભાઈ કનુભાઈ વાદી, રહેવાસી.પાલ, તા.વિજયનગર, જી.સાબરકાંઠાવાળા છે. માતાજીના નામે ફાળો ઉઘરાવવાના બહાને પાવતી આપી લોકોને વાતોમાં વ્યસ્ત રાખી નજર ચુકવીને ચોર ઈસમ ધોળા દિવસે રોકડ રકમ,મોબાઈલ સહિત વિવિધ ચીજ વસ્તુઓની ચોરી કરતો હતો. ચિઠોડા પોલીસ સ્ટેશન પી.એસ.આઈ. એ.વી.જાષી સહિત પોલીસ સ્ટાફે મોબાઈલ,ટેબલેટ,રોકડ રકમની ચોરી કરનાર ચોર ઈસમની અટકાયત કરી શ્રેષ્ઠ કામગીરી કરતા પ્રજાજનોમાં આનંદની લાગણી પ્રસરી છે.ચોરીના ગુનાનો નાસતો ફરતો આરોપી પોલીસ ધ્વારા ઝડપી લેવામાં સફળતા મળેલ છે.