ભિલોડામાં ભારત વિકાસ પરિષદ દ્વારા કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ યોજાયો
ભિલોડા, અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે ભારત વિકાસ પરિષદ,ભિલોડા શાખા દ્વારા કોરોના વોરિયર્સનું વિશેષ સન્માન કરાયું હતું.હોસ્પિટલના ડોક્ટર,સ્ટાફ નર્સ,વહીવટી કર્મચારીઓ,તાલુકા પંચાયત સદસ્યો,ગ્રામ પંચાયત સદસ્યો સહિત સેવાભાવી કોરોના વોરિયર્સનું આનંદ ઉત્સાહભેર સન્માન કરાયું હતું.
આ પ્રસંગે અમદાવાદ મધ્ય પ્રાંતના ઉપ પ્રમુખ પ્રકાશ કસવાલા, સમારંભના મુખ્ય મહેમાન ફલજીભાઈ પટેલ,સી.એ રમેશભાઈ ચૌહાણ,
વિભાગીય સહમંત્રી જગદીશભાઈ પટેલ, અશોકભાઈ કુલકર્ણી,આચાર્ય રમણભાઈ પટેલ,પૂર્વ સરપંચ મનોજભાઈ પટેલ,ભાવિનભાઈ તબિયાર,ભારત વિકાસ પરિષદ શાખા,ભિલોડાના સેવાભાવી પ્રમુખ રામઅવતારજી શર્મા,મંત્રી મહિપતસિંહ રાઠોડ,
ખજાનચી નરેન્દ્રભાઈ પ્રજાપતિ,ઉપ પ્રમુખ વલ્કેશભાઈ પટેલ,ફાઉન્ડર મુકેશભાઈ પંચાલ સહિત ભારત વિકાસ પરિષદ,ભિલોડા શાખાના સેવાભાવી હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.